SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું નામ શક્યારંભ. આચાર્યભગવન્તનું સાંભળીએ, માનીએ પણ પછી કરવા માટે ડગલું ન ઉપાડીએ તો ભાવસાધુતા ન આવે. સવ ભગવાનનાં બધાં વચન ઉપર શ્રદ્ધા હોવા છતાં દુઃખ ભોગવવામાં કાયર કેમ બની જઈએ છીએ ? દુઃખ સમાધિથી ભોગવી લેવું: એ પણ એક ભગવાનનું જ વચન છે ને ? આ વચન ઉપર શ્રદ્ધા ખરી ? આ શ્રધા મજબૂત થાય તો દુઃખની કાયરતા ટળ્યા વગર ન રહે. સુખનો રાગ કાઢવો અને દુઃખનો દ્વેષ ટાળવો’ - ભગવાનનું આ વચન સૌથી પહેલાં માનવાની જરૂર છે. ભગવાનના શાસનમાં દુઃખ કોણ ન ભોગવે ? આપણા ભગવાને પણ દુઃખ ભોગવ્યું, સાધુભગવન્તો પણ બાવીસ પરિષહો વેઠે, બધી અશાતા ભોગવે ઓછું પડે તો સ્મશાનમાં જઈને ભોગવે. સ૦ સામેથી ઊભું કરીને પણ ભોગવે ! બરાબર છે કારણ કે તમારે શું કરવું નથી માટે જ બોલો છો ને ? સવ અમે અનુમોદના તો કરીએ ! અનુમોદના ક્યારે કરવાની ? કરવાની શક્તિ ન હોય તો, કે શક્તિ હોવા છતાં માત્ર અનુમોદના કરવાની ? કરણ-કરાવણઅનુમોદન એ ત્રણેય સરખા. ફળ નિપજાવે એ સાચું પણ કરવાની કે કરાવવાની શક્તિ ન હોય ત્યારે કરેલી અનુમોદનાથી ક્ય જેટલું - ફળ મળે. છતી શક્તિએ અનુમોદના કરે એ તો એક જાતની લુચ્ચાઈ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy