________________
સવ દ્રવ્યસાધુતાની કોઈ કિંમત નહિ ?
ના. શાસ્ત્રમાં જણાવ્યું છે કે દ્રવ્યથી અનંતી વાર ઓઘા લીધા, તે બધા નકામા ગયા. શાસ્ત્રમાં જ્યાં પણ દ્રવ્યસાધુતાની કિંમત ગણી છે તે ભાવના કારણભૂત દ્રવ્યની કિંમત આંકી છે. જેને ભાવની જરૂર ન હોય તેને દ્રવ્ય ન અપાય. ભીખ પણ કોને અપાય છે જેને ખાવું હોય તેને કે જે ફેંકી દે તેને ? તેમ અહીં પણ જેને ભાવસાધુતા જોઈતી હોય તેને દ્રવ્યથી સાધુપણું અપાય, અને તેવાના દ્રવ્યસાધુપણાની કિંમત છે. ભાવ જોઈએ, છતાં ભાવને પામે નહિ ત્યાં સુધી ભાવમાં રહેવાના બદલે દ્રવ્યમાં રહે - એ બને. પરંતુ પહેલેથી જ ભાવની ઉપેક્ષા કરે, વિપરીતભાવે દ્રવ્યક્રિયા કરે તેવાના દ્રવ્યની કોઈ કિંમત નથી. એટલા માટે તો અભવ્યોનાં અને દુર્ભવ્યોનાં ચારિત્રોને શાસ્ત્રકારોએ નકામાં ગણાવ્યાં.
સઅમે અભવ્ય નથી.
તમે ભવ્ય છો એની ના નહિ, પણ અભવ્યો તો સંસારના સુખ માટે પણ ચારિત્ર તો આજ્ઞા મુજબ નિરતિચાર પાળે છે. અભવ્યને સંસારના સુખ માટે ભગવાનના વચન ઉપર જેવી શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા મોક્ષ માટે તમને છે ? અભવ્યો મોક્ષને માનતા નથી, તમે તો મોક્ષને માનો છો ને ? ભગવાન કહે છે કે મોક્ષે જવું હોય તો ભાવસાધુપણા વિના નિસ્તાર નથી. ભાવસાધુપણું એ જ માર્ગ છે. સમ્યગ્રાન, શ્રદ્ધા અને ચારિત્ર : આ ત્રણ હોય તો જ ઈષ્ટસ્થાને પહોંચાશે. જો આ માર્ગ ન પકડીએ તો ઈષ્ટ નહિ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org