________________
તો ફરમાવે છે કે ઈષ્ટ (ઈચ્છવાયોગ્ય) એકમાત્ર મોક્ષ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એનો માર્ગ છે. તમારે જો મોક્ષે જવું હશે તો તે માટે આ માર્ગ અપનાવવો પડશે. - સ0 અમે સાધુપણાના બાવીસ પરિષહોથી ગભરાઈએ છીએ.
ના ભાઈ ના. દુ:ખ વેઠવું પડશે એનો ડર નથી, થોડુંઘણું પણ જે સુખ મળ્યું છે તે જતું રહેશે - એવો ભય સતાવે છે માટે સાધુપણું લેવાનો વિચાર નથી આવતો. બાકી દુઃખો તો અમારા કરતાં તમે કંઈક-ગણાં વેઠો છો.
સવ કાળી મજૂરી કરીએ છીએ. - એ પણ કેવી રીતે ? ન ઊંઘ જુઓ, ન ખાનપાન જુઓ.
અમારાં સાધુસાધ્વીએ તો તમારી પાસે શીખવાની જરૂર છે. તમે ઘન માટે જેટલું કષ્ટ વેઠો છો એટલું કષ્ટ જો સાધુસાધ્વી જ્ઞાન, દર્શન, ચારિત્ર માટે વેઠે તે મોક્ષે પહોંચ્યા વગર ન રહે. ભાવસાધુપણું લાવવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રને આંખ સામે રાખીને જીવવું પડશે. સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ માર્ગને અનુસરનારી ક્રિયાઓ કરવાથી ભાવસાધુતા આવે છે. માત્ર સાધુપણાની ક્રિયા કર્યે જાય, ભણતાગણતા પણ દેખાય અને દરેક ક્રિયામાં પોતાની ઈચ્છાનું પ્રતિબિંબ પડ્યા કરે તે ભાવસાધુતાનું લક્ષણ નથી. ભગવાનનું વચન જાણે છતાં પોતાની ઈચ્છા મુજબ જીવે તે ભાવસાધુ કેવી રીતે કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org