________________
અને ભાવસાધુનો ભેદ જણાયા વગર નહિ રહે. પાપ કરવાની પ્રવૃત્તિ કદાચ છોડે પરન્તુ પાપનું ફળ ભોગવવાની તો વાત જ ન કરે, જેટલું સુખ ખંખેરાય એટલું ખંખેરી લે અને દુઃખ બીજાને આપવા તૈયાર થઈ જાય, આજ્ઞાપાલનના ભાવમાં જીવવાના બદલે માત્ર વેષમાં જીવે..તે બધા દ્રવ્યસાધુ. આવા દ્રવ્યસાધુનો ભેટો આપણને થઈ જાય તો આપણે ભવમાં ડૂબી જઈએ. આથી જ આપણે ભાવસાધુને ઓળખવા માટે અને ક્રમે કરી ભાવસાધુપણું પામવા માટે ભાવસાધુનાં લિંગો સમજી લેવાં છે.
૧. માર્ગાનુસારી કિયા?
તેમાં સૌથી પહેલું લિંગ છે-માર્ગાનુસારી સકલ ક્રિયા. સાધુપણાની કોઈ પણ ક્રિયા મોક્ષમાર્ગને અનુસરનારી હોય - એ ભાવસાધુનું પહેલું લિંગ છે. માર્ગ કોને કહેવાય ? મુખ્યત્વે સમિતિયાનાવાટ સ માઈ - ઈષ્ટ સ્થાને જવા માટે જેની શોધ કરવામાં આવે તેનું નામ માર્ગ. વિવક્ષિત સ્થાને પહોંચવા માટે જે શોધનો વિષય બને તે માર્ગ. જેને ઉપર જવું હોય તે ‘દાદરો ક્યાં છે?' એમ પૂછે ને ? જેને ઈષ્ટ સ્થાને જવું હોય તે પૂછે કે ક્યાંથી જવાય ?' તમારે પણ મોક્ષમાં જવું છે ને ? તમે કદી કોઈ સાધુભગવન્તને પૂછ્યું કે, “ભગવન્! મોક્ષે ક્યાંથી જવાય ?' તમે સાધુને શું પૂછો ? “સંસારનું સુખ કઈ રીતે મળે, દુઃખ કઈ રીતે ટળે એ પૂછો કે મોક્ષ કઈ રીતે મળે એ પૂછો ? પહેલાં ઈષ્ટ ક્યું છે એ નક્કી થાય, પછી એનો માર્ગ કયો એનો વિચાર કરાય. શાસ્ત્રકારો
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org