________________
આચાર્યભગવન્દે એકવાર કહ્યું હતું કે જેઓ માબાપનું માનવા માટે ટેવાયેલા નથી તેવાઓને દીક્ષા આપતાં પહેલાં સો વાર વિચાર કરવો. કોઇની પણ વાત સાંભળી શકે નહિ તે પ્રજ્ઞાપનીય ન બની શકે. આપણને કોઇ આપણી ભૂલ બતાવી ન શકે તે તમારી દૃષ્ટિએ પુણ્યોદય કહેવાય કે પાપોદય ? કોઇ પણ આપણી ભૂલ આપણને બતાવી શકે – એ આપણો પરમપુણ્યોદય છે, તેને પાપોદય માનવાની મૂર્ખાઇ નથી કરવી.
આપણી દૃષ્ટિએ જે બરાબર લાગતું હોય તેમાં પણ કોઇ ભૂલ બતાવે તો તેવા વખતે ‘વિચારી જોઇશ’ એમ કહેવું તે પ્રજ્ઞાપનીયતા. આનંદ શ્રાવકના કહેવાથી ગૌતમસ્વામી મહારાજને પોતાની ભૂલ થયાની શંકા પડી તો તરત ભગવાનને પૂછવા ગયા. પરંતુ એમ ન કહ્યું કે ‘દ્વાદશાંગી મેં જ તો બનાવી છે, મારી વાત ખોટી ક્યાંથી હોય ?’ ભગવાનને પૂછવા તો ગયા અને ભગવાને કહ્યું કે ‘આનંદ શ્રાવક સાચા છે’ તો તે જ ક્ષણે આનંદ શ્રાવક પાસે આવીને પોતાની ભૂલનું મિચ્છામિ દુક્કડમ્ આપ્યું. આનું નામ પ્રજ્ઞાપનીયતા. દિગ્મોહ ટાળવા માટે પણ આ પ્રજ્ઞાપનીયતાગુણ જરૂરી છે. માર્ગસ્થ બનવા માટે પ્રજ્ઞાપનીયતાગુણ જેવું બીજું એકે સાધન નથી. આ ગુણની ઉપેક્ષા કરે તેનામાં ભાવસાધુતા ન આવે. જેને ઇચ્છા મુજબ જ જીવવું હોય, સ્વચ્છંદી જીવન જીવવું હોય તેને આ પ્રજ્ઞાપનીયતાગુણ પાલવે એવો નથી. અને જેને ભાવસાધુતા લાવવી છે, આજ્ઞા મુજબ જીવવું છે તેને પ્રજ્ઞાપનીયતા કેળવ્યા વિના છૂટકો
Jain Education International
૧૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org