________________
આપનાર કે ધર્મની સામગ્રી અપાવનાર ? સંસારનું સુખ પણ પુણ્યથી મળે છે અને મનુષ્યપણું, જૈન કુળમાં જન્મ, સદ્ગુરુનો યોગ, સુગુરુ પાસે જિનવાણીનું શ્રવણ આ બધું પણ પુણ્યથી મળે છે. તમારે કયા પુણ્યની જરૂર છે ? જો ધર્મસામગ્રી અપાવનાર પુણ્યની જરૂર પડે તો એની ના નથી. પરન્તુ એ પુછ્યું તો તમને મળી ગયું છે, હવે કયું પુણ્ય બાકી છે ? સંસારમાં સુખી કરનાર પુણ્યનો જ ખપ છે ને ? પુણ્યને ઉપાદેય માનવા પાછળ તમારી દાનત કઇ છે એ અમને બરાબર સમજાય છે. શાસ્ત્રની વાતના નામે પોતાનો સ્વાર્થ પોષવો - એ સારા શ્રાવકનું લક્ષણ નથી. સારા શ્રાવને સંસારમાં રહેવા માટે પુણ્યની જરૂર પડે કે સંસારમાંથી ભાગી છૂટવા માટે પુણ્યની જરૂર પડે ? જેને સંસારમાં રહેવું ગમે તેને શ્રાવક કહેવાય ? તમે તમારી જાતને સુશ્રાવક માનો છો તો તમને સંસારમાં રહેવાનું મન છે કે સંસારથી ભાગી છૂટવાનું ? અમારા જેવા તમને સુશ્રાવક કહે તે તો તમને ગમી જાય, કારણ કે સુશ્રાવક થવામાં કાંઇ જોખમ નથી, કાંઇ છોડવું પડતું નથી. પરન્તુ જો અમે તમને દાનેશ્વરી કહીએ તો તે ગમે ? નહિ ને ? દાનેશ્વરી થવામાં તો ધન છોડવું પડે ને ? જોકે સુશ્રાવક થવામાં કાંઇ છોડવું પડતું નથી એ માન્યતા ભૂલ-ભરેલી છે. દાનેશ્વરી થવામાં તો માત્ર ધન છોડવું પડે છે જ્યારે સુશ્રાવક થવા માટે તો ધનનું મમત્વ મારવું પડશે અને ચારિત્રનો રાગ કેળવવો પડશે. ધન છોડવું સહેલું છે, ધનનું મમત્વ મારવું સહેલું નથી. જ્યારે વિરતિ માટે રોવા
Jain Education International
૯
For Private & Personal Use Only
www.jainelibrary.org