________________
પછી સાધનાનો વેગ વધારવાને બદલે ગણપતિની જેમ બેસી રહે એને ઉપાડીને કોઈ મોક્ષે નહિ પહોંચાડે. ઈષ્ટ સ્થાને પહોંચવા માટે નીકળેલાને, ઇષ્ટસ્થાને પહોંચાડનાર માર્ગ મળી જાય અને એ માર્ગની શ્રદ્ધા જાગી જાય તો એ સંતોષ માનીને બેસી રહે કે ઝડપથી પગ ઉપાડે ? સાધનાનો વેગ વધારે એનું નામ શ્રદ્ધા. તૃપ્તિનો પરિણામ તો શ્રદ્ધાને બોદી બનાવે છે. જ્યાં કાર્યનો આરંભ થયો હતો ત્યાં કાર્યસમાપ્તિ માની – એના યોગે જ શ્રદ્ધા ગુમાવી બેઠા. સમ્યક્ત્વ આવતાંની સાથે જેમ ચારિત્ર લેવાનો પુરુષાર્થ શરૂ થાય છે તેમ ચારિત્ર લેતાંની સાથે કેવળજ્ઞાનનો પુરુષાર્થ શરૂ થાય છે. ચારિત્ર માટે મથ્યા કરે તે સમકિતી અને કેવળજ્ઞાન પામવા માટે મંડી પડે તે ચારિત્રી. જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી આપણી બધી જ સાધના અધૂરી છે. આપણો તપ ક્યારે પૂરો થાય ? તપની ગણતરીના દિવસો પૂરા થાય એટલે કે તપનું ફળ મળે ત્યારે ? શરીરની શતિ કામ ન આપતી હોય, ઈન્દ્રિયો ક્ષીણ થતી હોય તપ થઈ શકે એવું ન હોય તો તપનું પારણું સાધુ કરે એ બને, પણ શતિ હોય છતાં તપ પૂરો થયો માટે પારણું કરે – એ ન બને. શક્તિ હોય તો જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી સાધુભગવન્તનો તપ ચાલુ જ રહે. તપ કર્મ ટાળવા અને કેવળજ્ઞાન પામવા માટે કરવાનો છે. કર્મ ટળે નહિ, કેવળજ્ઞાન મળે નહિ ત્યાં સુધી તપનું પારણું કઈ રીતે કરાય ? નવકારશીનું પચ્ચખ્ખાણ પારનારો પણ નવકારશીનું પચ્ચખ્ખાણ ક્યારે પારે ?
Jain Education International
62
For Private & Personal Use Only
www.jainelibrary.org