________________
અનુભવ ન થાય. કરણના અભિલાષને પરાકાષ્ઠાએ પહોંચાડે એ જ સાચી શ્રદ્ધા. સંયમના અસંખ્યાત અધ્યવસાયસ્થાન પૂરાં કરવા માટે અતૃતિરૂપ શ્રદ્ધા પામ્યા વિના નહિ ચાલે. ભગવાનના દીક્ષાકલ્યાણકનો મહોત્સવ ઊજવવા માટે અસંખ્યાત દેવો હાજર થયા. તે પ્રસંગને વર્ણવતાં પૂ. વીરવિજયજી મહારાજે પૂજામાં ગાયું કે જાણે અસંખ્યાત અધ્યવસાય સ્થાન આવી મળ્યાં. ભગવાન દીક્ષા લે ત્યારે ચોથા ગુણઠાણેથી સીધા સાતમે ગુણઠાણે જાય અને સાતમે ગુણઠાણે જતાંની સાથે ભગવાનને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય. એ વખતે ભગવાનનો કરણાભિલાષ ક્વો ઉત્કટ કોટિનો હશે ? છતાં ય ભગવાને તૃપ્તિનો અનુભવ ન ર્યો. પરંતુ સાધનાની શરૂઆત થઈ એમ સમજીને દીક્ષા ગ્રહણ કરતાંની સાથે જ ભગવાન ઉપસર્ગ-પરિષહોની સેના સામે યુદ્ધ કરવા ત્યાંથી વિહાર કરીને ચાલી નીકળ્યા. તેનું કારણ શું? કારણ એક જ; સાધનાની શરૂઆત થઈ હતી, સાધના પૂરી નહોતી થઈ. આજે અમારે ત્યાં દીક્ષા લેનાર, લેતાંની સાથે જ જાણે કામ પૂરું થઈ ગયું છે – એમ માનીને પગ વાળીને બેસી જાય છે. આજે ઘણાની ફરિયાદ છે કે દીક્ષા લેતી વખતે જેવો ઉત્સાહ હોય છે તેવો ઉત્સાહ લીધા પછી નથી ટકતો. તેનું નિદાન પ્રાયઃ આ જ છે કે દિક્ષા લેવા પહેલાં બાકી છે એ અધ્યવસાય હતો, લીધા પછી પૂરું થયું આ અવ્યવસાય આવ્યો એટલે ઉલ્લાસ નાશ પામ્યો. તૃમિનો પરિણામ કરણાભિલાષ ઉપર કુઠારાઘાત કરે છે, તેના યોગે શ્રદ્ધા પડી ભાંગે છે. દીક્ષા લીધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org