________________
કરી - ત્યારે સાહેબે જણાવ્યું હતું કે ગુરુની આજ્ઞાના યોગે આચરણા કરવી એ જો ખોટી આરાધના કહેવાતી હોય તો ભગવાનના શાસનની આરાધના રહેશે ક્યાં?..
ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવા માટે આપણું બધું જ જતું કરવું પડે છે, આપણું માનસન્માન-મોભો બધું જ મૂકવું પડે. પરંતુ એના કારણે એક લાભ મોટો છે કે આ સંસારમાં જ્યાં-ત્યાં ભટકવાનું ટળી જાય છે. ગુર્વાશાનું આરાધન એ સંયમજીવનમાં સ્થિર થવા માટે અને ઊંચે જવા માટેનું પરિબળ છે. આવા વિષમ કાળમાં જો “ગર્વજ્ઞાનું આરાધન' આ ગણ ભગવાને ન બતાવ્યો હોત તો આપણે સ્વતંત્ર રીતે ભગવાનની આજ્ઞા પાળવા માટે કોઇ રીતે સમર્થ ના બની શકત. ગુર્વાફાનું આરાધન ભગવાનની આજ્ઞાના પાલનનો માર્ગ સરળ બનાવી આપે છે. આથી આ ગુણને વહેલામાં વહેલી તકે પામી લેવો છે. સામા માણસનું કહ્યું માનવું - એ ઝેરજેવું લાગે છે ત્યાં સુધી આ ગુણની છાયા પણ આપણી ઉપર નહિ પડે. સાચું સમજાયા પછી સાચાનો સ્વીકાર કરતી વખતે જેને નાક નડે તેને ભવાન્તરમાં મોટું નાક મળશે. શાસ્ત્રમાં માનને હાથીની ઉપમા આપી છે, કારણ કે હાથીનું નાક મોટું હોય છે અને માનવાળાને નાક બહુ નડે છે. સાચું સમજાઈ ગયા પછી માત્ર નાક ખાતર જ્યાં-ત્યાં ભટકીને ભવ નથી બગાડવો. સમર્થની હાજરીમાં આપણી ભૂલ ન સમજાય અને પાછળથી ભૂલ સમજાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org