________________
જાય. તમારી પાસેથી અમારે શીખવી પડે – એવી તો તમારી સહનશીલતા છે ! તમારે મનોબળ મેળવવાની જરૂર નથી, એ તો મજબૂત જ છે. હવે માત્ર દૃષ્ટિ ફેરવવાની જરૂર છે. સંસારના સુખ ઉપરથી નજર ખસે તો આ દિશામાં નજર મંડાય. સંયમની સાધનાને વેગ આપવો હશે તો ક્યાં સુધી આજ્ઞાનો રાગ કેળવવો પડશે એ આ દૃષ્ટાન્ત ઉપરથી સમજી શકાશે.
આચાર્ય શ્રી સંગમસૂરિજી આ રીતે ભાવચારિત્રના પાલનમાં રક્ત હતા, એવામાં એકવાર એવું બન્યું કે સિંહ નામના અણગારે દત્ત નામના એક સાધુને શુદ્ધિ માટે – આલોચના કરવા માટે – આચાર્યભગવન્ત પાસે મોકલ્યો. એ દત્તસાધુ આચાર્યભગવન્ત પાસે આવ્યો ત્યારે યોગાનુયોગ આચાર્યભગવન્તને એના એ જ ઉપાશ્રયમાં રહેલા જોયા, આથી તે વિચારવા લાગ્યો કે – 'કારણવશાત્ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ન જઈ શકે એ બને પણ બીજી વસતિમાં તો જઈ શકાય, છતાં આ તો અહીંના અહીં જ રહેલા છે માટે નક્કી છે કે આ શિથિલવિહારી છે, આથી આમની સાથે રહેવું યોગ્ય નથી...' આમ વિચારી એ નજીકના બીજા સ્થાનમાં ઊતર્યો. મધ્યાહને ભિક્ષા સમયે આચાર્યભગવત્ત સાથે દત્તસાધુ નીકળ્યો પરંતુ દુષ્કાળના યોગે વિશિષ્ટ આહાર ન મળવાથી કંટાળી ગયો. એ જાણીને આચાર્યભગવન્ત તેને સ્થાપનાકુળમાં લઈ ગયા. અંતપ્રાંત ભિક્ષાને ગ્રહણ કરનારા સાધુભગવન્તોને પણ કોઈ વાર ગ્લાનાદિ માટે વિશિષ્ટ વસ્તુની જરૂર હોય ત્યારે અમુક ઘરોમાં ભિક્ષા લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org