________________
સંસારનો પાર પામી જાય છે. જે સાધુઓ પોતાને શરણે આવેલાને સંસારથી છોડાવવાને બદલે દુઃખ ટાળવાનો ઉપાય બતાવે છે, તેઓ પોતે સંસારમાં ડૂબવા સાથે અનેકોને ડુબાડનારા બને છે. આપણે જો સંસારમાં રખડવું ન હોય તો ભાવસાધુની શોધમાં નીકળવું પડશે.
આપણે જોઈ ગયા કે સક્લ ડ્યિા માર્ગાનુસારી કરે તે ભાવસાધુ. ભગવાનની આજ્ઞા મુજબ જીવવું તે માર્ગ. એ આજ્ઞાને જણાવનાર શાસ્ત્રો છે માટે તે પણ માર્ગ છે. શાસ્ત્રોમાં જણાવેલ સમસ્ત આચાર એ માર્ગ છે. હવે જ્યાં – જે વિષયમાં – શાસ્ત્રપાઠ ન મળે ત્યાં શું કરવું - તે જણાવવા માટે બીજા પ્રકારનો માર્ગ બતાવે છે. સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા મહાત્માઓએ કરેલું આચરણ પણ માર્ગ છે. જ્યાં ભગવાનનું વચન સાક્ષાત્ મળે છે, ચોખ્ખો શાસ્ત્રપાઠ મળે છે ત્યાં આચારને પ્રમાણ માનવાની વાત નથી. એ જ રીતે માત્ર આગમ જ પ્રમાણ છે, આચરણા પ્રમાણ છે જ નહિ – એ પ્રમાણે માનવું પણ યોગ્ય નથી. આજે કેટલાક આચાર્યો, જ્યાં આગમવચન સ્પષ્ટપણે મળે છે ત્યાં પણ આચરણાને પ્રમાણ માનવાની વાતો કરે છે તેઓ આ ધર્મરત્નપ્રકરણના વચનને વિકૃત રીતે રજૂ કરનારા છે.
સત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને ભગવાનના વચનમાં ફરક પડે ને ?
મૂળ તત્ત્વને બાધા પહોંચે એવો ફરક પડે ? તમારે ત્યાં પણ કદી આવો ફરક પડે છે ? ગણિતના વિષયમાં, જ્યોતિષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org