________________
મુમુક્ષુને સાધુપણાની પડિલેહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાયાદિ દરેક ક્રિયાઓ યોગ્ય કાળે વિધિ મુજબ કરવાનું ખૂબ સરળ બને છે. સાધુભગવન્તને સ્વાધ્યાય કરવો હોય તો તે વખતે પણ દ્રવ્યાદિ ચારની શુદ્ધિ જાળવવાની હોય છે. દ્રવ્યથી; સ્વાધ્યાય માટેનું પુસ્તક પ્રતિલેખના, પ્રમાર્જના કરીને ગ્રહણ કરે, નાભિથી ઉપરના ભાગમાં રહે એ રીતે પુસ્તકને મૂકે, પુસ્તક વગેરે જ્ઞાનનાં ઉપકરણોને પરસેવાવાળા હાથ કે પરસેવાવાળાં વસ્ત્રો વગેરે અડી ન જાય તેનું ધ્યાન રાખે, તેમ જ સૂત્ર ગોખતી વખતે કે અર્થ ગોખતી વખતે, ધર્મસ્થા વગેરે સ્વાધ્યાય કરતી વખતે મુહપત્તીનો ઉપયોગ રાખે. આ બધું દ્રવ્યશુધિમાં જાય. ક્ષેત્રથી; જે ભૂમિમાં સ્વાધ્યાય કરવાનો છે તે સ્વાધ્યાયભૂમિ છવાદિથી સંસક્ત ન હોવી જોઈએ. તેમ જ સ્વાધ્યાયભૂમિની આસપાસ સો ડગલાં જેટલી જગ્યામાં કોઈ અશુચિ પદાર્થ ન હોય એ રીતે વસતિશુધિ જાળવવી. તે જ રીતે જ્યાં સ્ત્રી પશુ તેમ જ અન્ય જનોની અવરજવર ન હોય તેવા એકાન્ત સ્થાનમાં સ્વાધ્યાય કરવો - એ ક્ષેત્રશુદ્ધિ. શ્રાવકોનાં ઘરોમાં અશુદ્ધિ અને જનસંપર્ક હોવાથી સાધુભગવન્તોએ શક્ય ત્યાં સુધી તેવી વસતિમાં ઊતરવું નહિ. ધૂળવાળી કે જેમાં હવા ન આવતી હોય એવી જગ્યા બીજી રીતે સ્વાધ્યાય માટે અનુકૂળ હોવા છતાં એવાં સ્થાનોનો ત્યાગ કરી ગૃહસ્થોનાં ઘરોમાં વાસ કરવો – ઉચિત નથી. ગણધરભગવન્ત સુધર્માસ્વામી ભગવાન ગૌશાળામાં માસકલ્પ કરી શકે, તીર્થંકર પરમાત્મા પણ ઘોડાના તબેલામાં ઊતરી શકે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org