SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાનીને બાદ કરીએ તો સર્વોચ્ચ કોટિનું સ્થાન આ સાધુપણું છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે, આ ભવ-અટવીના ઉલ્લંઘન માટે પરમોચ્ચ કોટિના સાધનસ્વરૂપ છઠું-સાતમું ગુણઠાણું જેને વર્યું છે તેનું સૌભાગ્ય કોઈનાથી વર્ણવી શકાય એવું નથી. આ એક એવી અવસ્થા છે કે જેમાં સાધના ચાલુ હોવા છતાં જાણે સિદ્ધદશાને વર્યા હોય એવું સુખ અનુભવાય. આવી અવસ્થામાં પ્રમાદ કેવી રીતે નભાવાય ? ગમે તેવી સિદ્ધિના શિખરે પહોંચેલાને પણ ક્ષણવારમાં પાડવાનું કામ કોઈ કરતું હોય તો તે આ પ્રમાદ નામનો દોષ છે. આથી ભગવાને ગૌતમસ્વામી મહારાજાને પણ એક સમય પણ પ્રમાદન કરવાનો ઉપદેશ આપ્યો હતો. ચૌદપૂર્વ પામ્યા પછી પણ કેવળજ્ઞાન પામવાનું બાકી છે ત્યાં સુધી આરાધના ચાલુ જ છે અને જ્યાં સુધી આરાધના ચાલુ છે ત્યાં સુધી અપ્રમત્તદશા કેળવ્યા વિના છૂટકો જ નથી. સાધુપણું પાળવા માટે માર્ગાનુસારી ક્રિયા કરવાની છે અને તે પણ અપ્રમત્તાભાવે કરવાની છે. દ્રવ્યક્રિયાના અભાવમાં મુકતિ મળે પણ ભાવક્રિયાના અભાવમાં ક્યારે ય મુક્તિ ન મળે. જેને ક્ષિામાં કંટાળો આવતો હોય તે સાધુપણાનો અધિકારી નથી. જે અપ્રમત્તપણે ક્યિા કરવા તત્પર હોય તે જ ભાવસાધુતાનો ગ્રાહક બને. સંયોગો ન હોય તેના યોગે કોઈ ડ્યિા રહી જાય છતાં મોક્ષ મળે-એવું બને પણ કોઈ ક્રિયા બાકી રાખવાની ઈચ્છા હોય, ન કરવાની ઈચ્છા હોય તો મોક્ષ નહિ મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy