________________
સાધુપણામાં પ્રમાદ એ ભયંકર શત્રુ છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય ટાળ્યા પછી પણ જો પ્રમાદને આધીન બને તો પતન થયા વિના ન રહે. એક અપેક્ષાએ મિથ્યાત્વ કરતાં પણ પ્રમાદ બહુ ખરાબ છે. મિથ્યાત્વ તો માત્ર સમ્યકત્વના પરિણામથી જીતી શકાય છે, જ્યારે પ્રમાદ તો ભલભલા ચૌદપૂર્વનિ પણ પાડે. ગયેલા મિથ્યાત્વાદિ દોષોને પાછા લાવવાનું કામ આ પ્રમાદ કરે છે. સર્વોચ્ચ દશાને પામેલા ભગવાનના સાધુનું પણ પતન પ્રમાદના યોગે થાય
છે - આ પ્રમાદ કેટલો ભયંકર છે એ સમજાય છે ? પ્રમાદદશા ટાળ્યા વિના કોઈ પણ રીતે ચાલવાનું નથી. પ્રમાદને ટાળવા માટે, પહેલાં પ્રમાદનું સ્વરૂપ ઓળખવું પડશે. સામાન્યથી પ્રમાદ પાંચ પ્રકારનો છે. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિક્યા. આ પાંચેપાંચ પ્રમાદને ટાળ્યા વિના અપ્રમત્તતા નહિ આવે. પરંતુ આજે લગભગ આપણા જીવનમાં પાંચેપાંચ પ્રમાદનું સેવન ચાલુ છે - એમ કહીએ તો ખોટું નથી.
સૌથી પહેલો પ્રમાદ મદ્ય છે. મધ એટલે અહીં માત્ર મદિરા એવો અર્થ નથી કરવાનો. જેના કારણે ઊંઘ આવેઘેન ચઢે, સુસ્તી આવે એવાં માદક દ્રવ્યો વાપરવાં તે મઘ નામનો પ્રમાદ. આંખ ઘેરાય નહિ, પેટ ભારે ન થાય, સુસ્તી ઊડી જાય, સ્કૂર્તિ રહે એવું વાપરવું તેનું નામ મરી નામના પ્રમાદનો ત્યાગ. બીજો પ્રમાદ વિષચ. વિષયનો બિનજરૂરી ઉપયોગ એ પણ પ્રમાદ છે. વિષયની પરિણતિ, વિષયમાં ચિત્તનું લાગી રહેવું તે પ્રમાદ. વિષય એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org