SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ માથે પણ ત્રણ છત્ર રાખવામાં આવે છે. તીર્થકર, તીર્થકર ક્યારે થયા ? જ્ઞાન, દર્શન, ચારિત્રની છાયામાં રહ્યા ત્યારે જ ને ? આપણે માથે જેટલાં છત્ર હોય તેટલું સારું ને ? છત્રના કારણે તો આપણે નિર્ભય છીએ. દીક્ષા લેતાંની સાથે નૂતન દીક્ષિતનું નામ પાડવા પહેલાં તેના માથે, સાધુ હોય તો ત્રણ અને સાધ્વી હોય તો ચાર ગુરુ છે - એનાં નામ સંભળાવવામાં આવે છે. એ બધાનું માનવામાં જ એકાન્ત કલ્યાણ સમાયેલું છે. કોઈનું પણ કહ્યું માનતા થઈએ તો આપણે પ્રજ્ઞાપનીય બનીએ. સાધુસાધ્વીએ તો આ ગુણ ખાસ વહેલી તકે કેળવી લેવાની જરૂર છે. આજે સાધુસાધ્વીની આરાધના ખોટવાઈ ગઈ હોય તો આ ગુણના અભાવના કારણે જ. આ લિંગ ભાવસાધુનું હોવા છતાં તમારે – અમારે આપણે બધાએ આ ગુણ પામવાની યોગ્યતા કેળવી લેવી છે. જીવનમાં કંઈક પામીને જવું છે. સમજીને વિચારવાની તક આપણને મળી છે, તેથી ગંભીરતાથી વિચારી લેવું છે. ૪. કિયામાં અપ્રમાદ : ભાવસાધુનાં આપણે ત્રણ લિંગ જોયાં. માર્ગાનુસારી ક્રિયા, પ્રવર શ્રદ્ધા અને પ્રજ્ઞાપનીયતા. હવે ચોથું લિંગ, ક્ષિામાં અપ્રમાદ છે. આ લિંગનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે - સુગતિ અર્થાત્ સિદ્ધિગતિનું કારણ ચારિત્ર છે. એ ચારિત્ર છજવનિકાયના સંયમ સ્વરૂપ છે. વિસ્થાદિ પ્રમાદથી યુક્ત એવો સાધુ આ ચારિત્રનું પાલન કરવા માટે કોઈ પણ રીતે સમર્થ બનતો નથી. આ સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy