________________
કે જે સાધુભગવન્તને ઘરઆંગણે બોલાવીને જ કરાવવું પડે. આજે શ્રાવકો જો સાધુપણાની મર્યાદાના જ્ઞાતા બની જાય અને પોતાના સ્થાનનો - મોભાનો મોહ છોડી દે તો સાધુભગવન્તોના ઘણા વિહારો ઓછા થઈ જાય, અને તેઓને આજ્ઞાપાલનમાં પણ સરળતા થઈ જાય. ઉપધાન, દીક્ષા વગેરે જે પ્રસંગોમાં સાધુ-ભગવન્તની નિશ્રા અવશ્ય જરૂરી છે તેવા કાર્યો જ્યાં આચાર્યભગવન્ત હોય ત્યાં તેમની નિશ્રામાં જઈને કરવાં અને જે અનુષ્ઠાનો સાધુભગવન્ત વગર થઈ શકે એવાં છે તેવાં અનુષ્ઠાનોમાં સાધુભગવન્તોને લાવવાનો આગ્રહ રાખવો નહિ, તેમ જ નાના સાધુઓને તેમના ગુરુભગવન્તથી છૂટા પાડીને વિહાર કરીને લઈ જવાનો આગ્રહ રાખવો નહિ. આટલો નિયમ તમને આપી દઉં? શ્રાવકો જે આટલો નિયમ કરી લે તો આજે સાધુસાધ્વીના અડધા વિહાર ઓછા થઈ જાય. આજે સાધુસાધ્વી, ભગવાનની આજ્ઞા સારામાં સારી પાળે- એમાં તમે રાજી કે પોતાની મર્યાદા મૂકીને તમારા પ્રસંગોમાં હાજરી આપે - એમાં તમે રાજી ? તમારા હૈયામાં ભગવાનના સાધુપણા પ્રત્યે પ્રેમ હોય અને ભગવાનના સાધુનું હિત જો તમારા હૈયે વસ્યું હોય તો આ બધું શાંતિથી વિચારવાની જરૂર છે. જેના આલંબને આપણે તરવાનું છે એવાં સાધુસાધ્વી ભગવન્તને આજ્ઞાપાલનની અનુકૂળતા કરી આપવામાં એકાને આપણું પણ કલ્યાણ સમાયેલું છે.
આપણે હવે સન્માર્ગદશના-લિંગમાં અનાથીમુનિનું દૃષ્ટાન્ત વિચારીએ. બૌધવાસિત મગધના રાજાને ક્ષાયિકસત્ત્વના ધણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org