________________
બનાવે - એ પ્રભાવ આ શાસનના મહાત્માની સન્માર્ગદશનાનો છે. મગધદેશના રાજગૃહનગરીના નાયક શ્રેણિક નામના રાજા હતા. તે રાજા દુ:ખી એવા પ્રજાજનના પરિપાલનમાં સ્વભાવથી જ ઉઘુક્તમનવાળા હતા. એક દિવસ એ રાજા પોતાના પરિવારસહિત કિડા કરવાને માટે નગરની બહાર રહેલા ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાનમાં તેમણે તરુણવયવાળા, તેજસ્વીકાંતિથી યુક્ત શરીરવાળા, સાક્ષાત્ કામદેવજેવા રૂપવાળા એક મુનિને ધ્યાનમુદ્રામાં ઊભા રહેલા જોયા. એ શાંતમુદ્રાવાળા તેજસ્વી મુનિભગવન્તને જોતાંની સાથે શ્રેણિમહારાજાની આંખ ઠરી ગઈ અને ત્યાં જ ઊભા રહી ગયા. આવા મુનિભગવન્તને જોઈને શ્રેણિક મહારાજા મનમાં વિચારે છે કે “અહો ! આ આર્યનો વર્ણ! અહો એમનું સુરૂપ! આમની ક્ષમા પણ અદ્ભુત ! આમની નિર્લોભતા પણ અદ્ભુત ! આમની ભાગોને વિષે નિઃસંગતા પણ અદ્ભુત !” આ પ્રમાણે વિચારતા એવા શ્રેણિમહારાજા એ મુનિભગવાનાં ચરણોમાં નમસ્કાર કરીને મુનિભગવન્તથી અતિદૂર પણ નહિ અને તેમની અતિનિકટ પણ નહિ એવા સ્થાનમાં ઊભા રહ્યા. શ્રેણિકજેવા મહારાજા જે ઉદ્યાનમાં કીડા કરવા માટે જાય તે ઉદ્યાન કેવું હોય ? આવા ઉદ્યાનમાં તમે કોઈ મહાત્માને જુઓ તો શું કહે ? તમને ઉદ્યાનમાં રહેલા સાધુભગવન પ્રત્યે સદ્ભાવ જાગે ખરો ? પરંતુ શ્રેણિક મહારાજા તો ઉત્તમ આત્મા છે. ઉદ્યાનમાં રહેલા તે મુનિવરને કોઈ પણ જાતની શંકાની નજરે જોતા નથી. ઉપરથી એ મુનિવરની યોગમુદ્રાએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org