________________
તેમાં ઊંઘ આવે છે ?
સ0 પ્રતિક્રમણ કરવાનું મન છે માટે જ તો કરવા બેસીએ છીએ
પ્રતિક્રમણ આજ્ઞા મુજબ કરવાનું મન છે કે ઈચ્છા મુજબ ? જો આજ્ઞા મુજબ કરવું છે તો દ્રવ્યાદિની શુદ્ધિ જાળવી લેવાની. વસ્ત્રશુધિન જાળવે અને મેલાઘેલાં વસ્ત્રો પહેરીને બેસે તોપણ ઊંઘ આવે ચોખ્ખાં, વ્યવસ્થિત વસ્ત્ર ધારણ કરો તો ઊંઘ કદાચ ન આવે. લગ્નમંડપમાં કોઈને ઊંઘતા જોયા છે ત્યાં શુદ્ધિ અને ર્તિનો જેવો આગ્રહ છે તે અહીં કેમ નથી રાખતા ? સાધુભગવન્તો ભાવસ્તવના અધિકારી હોવાથી વસ્ત્રશુદ્ધિને ગૌણ કરે - એ બરાબર, પણ તમારે તેની ઉપેક્ષા કેમ કરાય ? આજે ઊંધું થવા . માંડ્યું છે. સાધુઓ ઊજળાં વસ્ત્ર પહેરવા માંડ્યાં છે અને શ્રાવકો મેલાઘેલાં વચ્ચે સામાયિક-પ્રતિક્રમણ કરે છે!
સવ અમારો મોહ એટલો ઊતરી ગયો ને
વસ્ત્ર ઉપરથી કે ધર્મક્રિયાઓ ઉપરથી ?! તમારો મોહ ઊતર્યો છે એની ના નથી, પણ તે વસ્ત્રાદિ ઉપરથી નહિ, ધર્મ અને ધર્મક્યિા ઉપરથી જ તમારો મોહ ઊતરી ગયો છે અને જો આમ જ જીવશો તો હજુય ઊતરશે શું કરવું છે તે વિચારી લેજો. શાસ્ત્રકારો ગુણમાં પણ સંતોષ રાખવાની ના પાડે છે, જ્યારે તમે તો દોષમાં પણ તૃમિનો અનુભવ કરીને બેસી ગયા છો ! આ અતૃમિ નામની શ્રદ્ધાને સમજવા માટે અને પામવા માટે કેટલું અંતર કાપવું પડશે – એ
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org