________________
માટે ભાવ આવ્યો - એવું નથી, એને વેષની તારકતા સમજાઈ તેના કારણે ભાવ જાગ્યો. સારામાં સારું દ્રવ્ય પણ યોગ્યતાવાળાને ભાવનું કારણ બને છે. લાયકાત વગરનાઓ તો મળેલા દ્રવ્યની કિંમત ઘટાડી મૂકે છે. દ્રવ્ય ભાવને લાવે : એ એક વાર નહિ હજાર વાર સાચું, પરંતુ જેને ભાવ લાવવાનો પણ ભાવ હોય તેને માટે. તમારે ભાવમાં જવું છે કે દ્રવ્યમાં જ રહેવું છે ? જો દ્રવ્યમાંથી ભાવમાં જવું હશે તો આ લિંગો કેળવવાં પડશે, આત્મસાત્ કરવાં પડશે. ક્રિયા માર્ગાનુસારી ક્યારે બને ? શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ક્રિયા કરે ત્યારે. ઈચ્છા મુજબ કરેલી સારી પણ ક્યિા માર્ગાનુસારી નથી. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જેમ માર્ગ છે તેમ એ જ્ઞાન-દર્શનચારિત્રને જણાવનાર આગમ પણ (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી) માર્ગ છે. આથી એ આગમને અનુસરનારી ક્યિા તે માર્ગાનુસારી ક્રિયા. એ આગમને અનુસરવું હશે તો આગમના સમ્યજ્ઞાન વિના એક ડગલું પણ ન માંડવું આટલું નક્કી કરવું પડશે. આગમના જ્ઞાનથી પગલું માંડ્યા પછી તે પગલાં પણ માર્ગમાં એ જ સ્થિર કરવાનાં. આજે મોટે ભાગે આગમના જ્ઞાન વિના દોડનારા ઘણા છે અને આગમના જ્ઞાને પગલું માંડનારા પણ મોટે ભાગે પોતાની ઈચ્છામાં પગલાં સ્થિર કરે છે. આગમમાં દુ:ખ ભોગવવા માટે પરિષહો સહન કરવાનું ફરમાવ્યું છે. એવા વખતે પોતાની શક્તિ - સામર્થ્ય હોવા છતાં તે તપાસ્યા વિના માત્ર દુઃખના ભયે પરિષહોને હડસેલો મારે તો માનવું ન પડે કે ઈચ્છામાં પગલાં સ્થિર ક્યાં છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org