________________
છે કારણ કે સાંભળવાનું માત્ર કાન પવિત્ર કરવા માટે જ રાખ્યું છે, હૈયું પવિત્ર કરવા નહિ. માટે જ હૈયાને કંઈ અડતું નથી. જો હૈયું સુધારવું છે, પવિત્ર કરવું છે - એવો પરિણામ જાગે તો અમોઘદેશનાને આપનારા શાસ્ત્રકારોનાં વચન અસર ક્ય વગર નહિ રહે. એમનાં વચનો અસર કરે એટલે સુખનો રાગ મંદ પડ્યા વિના ન રહે. અને એક વાર સુખનો રસ ઘટે એને માટે કોઈ જ ધર્મ કઠિન નથી. સુખ છૂટે કે ન છૂટે, સુખનો રાગ તૂટે કે ન તૂટે, પણ ભગવાનની આજ્ઞા પ્રત્યે પ્રીતિ કેળવાઈ જાય તો કામ થઈ જાય. તમને કઠિન લાગે એટલામાત્રથી ધર્મની પ્રરૂપણામાં ફેરફાર ન કરાય. તમારો રથ અમારે નથી ચલાવવાનો. ભગવાનના શાસનના રથમાં તમને બેસાડવા છે. કઠિન કઠિન ન લાગે તેવો ઉપાય બતાવાય પણ કઠિનને છોડીને સહેલો એવો અવળો માર્ગ ક્યાંથી બતાવાય ? મોક્ષ પ્રત્યે મમત્વ જાગે અને તીર્થંકરભગવન્ત પ્રત્યે બહુમાન હોય તેના માટે કશું જ કઠિન નથી. તમને સાધુપણું કટકારી લાગે છે, પરતુ જ્ઞાની ભગવન્તો ફરમાવે છે કે આજ્ઞા સહેલાઈથી પાળી શકાય અને પાપ સહેલાઈથી છૂટી જાય એવું ભગવાનનું સાધુપણું છે અને આજ્ઞા કષ્ટથી પાળી શકાય અને માંડ માંડ થોડા પાપથી છૂટી શકાય એવું ગૃહસ્થપણું છે... તમારે શું કરવું છે એ વિચારી લેજો.
આપણે ભાવસાધુનાં લિંગોનું સ્વરૂપ વિચારી રહ્યા છીએ. કારણ કે જેને આ સંસાર નથી જોઈતો તેની નજર ભાવસાધુપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org