________________
-
-
ઉપર જ સ્થિર થાય છે. આ દુનિયામાં ભાવસાધુતા વિના સંસારથી તારવા માટે કોઈ સમર્થ નથી, દ્રવ્યસાધુતા પણ બહુ તો ભાવનું કારણ બને – એટલા પૂરતી ઉપાદેય છે. બાકી તો ભાવસાધુનાં લિંગો વગરની કે એ લિંગો પ્રાપ્ત કરવાના ભાવ વગરની દ્રવ્યસાધુતા તો સંસારપરિભ્રમણનું જ કારણ બને છે. દ્રવ્યસાધુતાની ટીકા માટે કે વર્તમાન સાધુસાધ્વીની નિંદા માટે આ વિચારણા નથી. આપણે પોતે કેવા સાધુ થવું અને આપણા આત્માના તારક કેવા હોવા જોઈએ – એ માટે જ આ લિંગો સમજી લેવાં છે. દુનિયાને જ્યાં જવું હોય ત્યાં જાય. એમાં આપણે સંમતિ પણ નથી આપવી અને વિરોધ પણ નથી કરવો, તેમની તો ઉપેક્ષા જ કરવી રહી. જેને સારા થવું છે, કંઈક પામવું છે તેને માટે આ માર્ગ છે. માર્ગ જાણ્યા પછી પણ જેઓ ઉન્માર્ગે જતા હોય તેમની તો યા જ ચિંતવવાની હોય, તેમની પ્રત્યે દ્વેષ પણ ધારણ કરવાનો ન હોય અને તેમની નિંદા પણ કરવાની ન હોય. માન્યતા ગમે તેટલી મજબૂત હોય પણ પગ ન ઉપાડે તો ઇષ્ટ સ્થાને ન પહોંચાય. તેથી તો ગ્રંથકારશ્રીએ માન્યતાને કે તત્ત્વચિને શ્રદ્ધા ન કહેતાં તત્ત્વપ્રાપ્તિના અભિલાષને શ્રદ્ધા તરીકે દર્શાવી છે. ગ્રંથકારશ્રી જે કાંઈ વાત કરે છે તે તમારા આત્માને માટે અને તમારા આત્માના તારકને શોધવા માટે કરે છે. જો તારક બરાબર નહિ હોય તો આત્માની કતલ થયા વિના નહિ રહે. જેવા-તેવાના ચરણે માથું મૂકવું એ કાંઈ આત્મસમર્પણ નથી, એ તો વિવેકશૂન્યતા છે. આત્મસમર્પણ કરવું
Jain Education International
૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org