________________
nal
અને પૂર્વધર પુરુષોએ સૂત્રોની રચના સાધુસાધ્વી માટે કરી હતી અને એ સૂત્રોની ઉપેક્ષા જો સાધુસાધ્વી જ કરે તો તે કેવી રીતે નભાવાય ? આજે તો બધાં સાધુસાધ્વીને નિયમ આપવા જેવો છે કે રોજ દશવૈકાલિકસૂત્રનો સ્વાધ્યાય કર્યા વિના મકાનની બહાર ગોચરી-પાણી માટે પગ ન મૂકવો. માત્ર સાત સો ગાથાનું સૂત્ર છે. સાડા ત્રણ સો ગાથાનું પપ્નીસૂત્ર જો બાર કે પંદર મિનિટમાં બોલી શકાતું હોય તો આ સૂત્ર કેટલી વારમાં બોલાય ? પપ્નીસૂત્ર તો પંદર દિવસે પણ એક વાર ફરજિયાત બોલવામાં આવે છે. દશવૈકાલિકનો સ્વાધ્યાય તો જિંદગી સુધી ક્યારે ય ફરજિયાત નથી ને ? જે સૂત્ર ભગવાનના શાસનમાં છેલ્લે સુધી રહેવાનું છે તે સૂત્રની ઉપેક્ષા ક્યું કેમ ચાલશે ? આજનો દિવસ સારો છે. મારે તો વિચાર છે કે દરેક સાધુસાધ્વીને નિયમ આપું કે દશવૈકાલિકસૂત્ર બોલ્યા વગર મોઢામાં પાણી ન નાંખવું. ગૃહસ્થોને પણ શ્રી દશવૈકાલિકસૂત્રના ચાર અધ્યયન સૂત્રથી અને અર્થથી કંઠસ્થ કરવાનો અધિકાર છે. પિસ્તાળીસ આગમોમાંથી આ એક જ આગમ એવું છે કે જેના ચાર અધ્યયનનો અધિકાર તમને પણ છે. આવો અધિકાર પામીને તમે તમારી જાતને પરમભાગ્યશાળી માનો છો ને ?
સ) એ સૂત્રમાં એવું તો શું છે ?
શ્રી શય્યભવસૂરિજીએ શ્રી મનમુનિ માટે માત્ર છ મહિનાના તેમના આયુષ્યમાં તેમની આરાધના પૂરી થાય એ રીતે પૂર્વમાંથી ઉધૂત કરી એ સૂત્ર બનાવ્યું છે, તો એમાં શું બાકી રાખ્યું હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org