SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર અધ્યયનમાં તો આ સંસારસમુદ્રથી તારનારો અને મોક્ષે પહોંચાડનારો સમસ્ત સાધ્વાચાર સમાઈ જાય છે. આવું તારક સૂત્ર મળ્યા પછી પણ આજે લગભગ કોઈ સાધુસાધ્વીને નિયમ નથી કે દશવૈકાલિકસૂત્ર ગોખ્યા વિના જીવનની-દિવસની શરૂઆત ન કરવી. આજે તમને પણ નિયમ આપી દઉં કે શ્રી દશવૈકાલિકસૂત્રનાં ચાર અધ્યયન સૂત્રથી અને અર્થથી કંઠસ્થ ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ ? સ૦ કોઈ મધ્યમ માર્ગ બતાવો ને ? મધ્યમ માર્ગ એક જ છે કે - આશા પર પ્રેમ કેળવી લો. સત્ત્વ ન હોય તો સત્ત્વ કેળવી લો. શતિ ન હોય તો શતિ મેળવી લો. જે ખૂટતું હોય તે પૂરું કરવા પ્રયત્ન કરવો તે મધ્યમ માર્ગ. જેટલું ખૂટતું હોય તેટલું પૂરું કર્યા વિના નિસ્તાર નહિ થાય. આ પાંચે પ્રમાદનો ત્યાગ કર્યા વિના આપણું ઠેકાણું પડવાનું નથી. અત્યાર સુધી પ્રમાદમાં એવી રીતે જીવ્યા છીએ કે આ પાંચ પ્રમાદનો ત્યાગ કરીએ તો આપણા જીવનમાંથી રસ જ ઊડી જાય. પણ એની ચિંતા કરવાની જરૂર નથી. ‘જો વિષયનો ભોગવટો ન કરવાનો હોય, કષાયને આધીન ન બનવાનું હોય, માદક દ્રવ્યો ન વાપરવાનાં હોય, નિદ્રા ન લેવાની હોય અને વિકથામાં રસ ન લેવાનો હોય અને આ બધાથી દૂર જ રહેવાનું હોય તો પછી સાધુપણું પાળવું શું ખોટું ?' આવો પરિણામ જાગે તો સારું જ છે. જે પ્રમાદી જીવન સંસારમાં રખડાવે છે એમાંથી રસ ઊડ્યો Jain Education International ૧૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy