________________
એટલે આપણો સંસાર કપાયો એમ સમજવું. પ્રમાદપૂર્ણ જીવન ઔદયિકભાવના સુખના પૂરમાં ડુબાડે છે પરંતુ આ પૂર સંસારસમુદ્રમાં ખેંચી જાય છે અને પ્રમાદરહિત જીવન તો મુક્ત બનાવે છે, શાશ્વત કાળના સુખને પમાડે છે : શું કરવું - એની પસંદગી તમારે કરવાની
- ક્રિયામાં અપ્રમાદ આ લિંગ સાધુભગવન્તનું હોવા છતાં તમને પણ એનું મહત્ત્વ સમજાઈ જવું જરૂરી છે. જે ગુરુની નિશ્રાએ ભવ તરવાનો છે તે પોતે પ્રમાદી હોય તો આપણું શું થાય ? વિષયકષાય કે નિદ્રાવિકથાના યોગે તે આપણને ભણાવી પણ ન શકે અને માર્ગે ચલાવી પણ ન શકે. તમને જો સાધુપણામાં અપ્રમત્તદશાની કિંમત સમજાય તો તમારું પણ સાધુસાધ્વી સાથેનું વર્તન એવું બની જાય કે જે કદી એમના પ્રમાદનું પોષક ન બને. તમે જો સાધુસાધ્વીનું હિત ઇચ્છતા હો તો તેમને શાંતિથી તેમના ગુરુભગવન્ત પાસે ભણવા દો, તેમને વ્યર્થ વાતોમાં ન પાડો. નાનાં સાધુસાધ્વીનું પતન થાય તેવી તેમની સુપાત્રભતિ ન કરવી. તેમને આચાર્યભગવન્તની આજ્ઞા મુજબ જીવવા દો. નાનાં સાધુસાધ્વી મોક્ષમાં જાય તેમાં તમે રાજી કે સંસારમાં રખડે તેમાં તમે રાજી ? કદાચ કોઈ સાધુસાધ્વી સામેથી વાત કરે તો ય તમને વિનયપૂર્વક તેમની વાત ટાળતાં આવડવું જોઈએ. એના બદલે તમે જ એવી રીતે વર્તે કે સાધુસાધ્વીને તમને જોઇને એમ થાય કે “સારું થયું વાત કરવા માટે એક મિત્ર મળ્યો !' એ યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org