________________
સ૦ સાધુસાધ્વીનાં સગાં-સંબંધી તેમને મળવા આવે તો શું કરે ? - સાધુસાધ્વી સગાઈ છોડીને સાધુ થયા છે. આથી આવેલાં સગાને પોતાના ગુરુ પાસે મોકલી દે. શાલિભદ્રજીની માતાને શાલિભદ્રજીએ પોતાની ઓળખાણ પણ ન આપી ને ? સાધુસાધ્વીને મમત્વ મારવાનું સમજાવીશું પણ અત્યારે તો તમારે કેવી રીતે વર્તવું - એ વાત ચાલી રહી છે. તમે જો સાધુસાધ્વીનાં સાચાં સગાં હો તો તમે તેમના હિતના ચિંતક બનો. ગજસુકુમાલની માતા તો સગી મા હતી, છતાં પોતાના પુત્રને શું કહ્યું હતું ? બીજી મા કરવી ન પડે એ રીતે દીક્ષા પાળજે !' એમ કહ્યું હતું ને ? આનું નામ સાચી હિતચિંતા.
સવ નાનાં સાધુસાધ્વી પ્રત્યે અમારી ફરજ કઈ ?
સાધુસાધ્વી આજ્ઞા પાળે તેમાં તેમને સહાય કરવી એ તમારી ફરજ. નાનાં સાધુસાધ્વી ગુરપારતન્ય કેળવી લે અને શાસનને વફાદાર રહે - તેનું ધ્યાન તમારે રાખવું, એ તમારી ફરજ. ગુરુભગવન્તને પૂછ્યા વગર વહોરવા નીકળ્યા હોય તો તેમને વહોરવા ન લઈ જવા, ગુરુભગવન્તને પૂછ્યા વગર કામ ભળાવ્યું હોય તો કહેવાનું કે તેમને (ગુરુને) પૂછીને કરી આપીશ.”
સવ અમારી પાસે આવું કહેવાનું સત્ત્વ કેમ નથી આવતું ?
એનું કારણ એક જ છે કે ભગવાનના શાસન ઉપર જોઈએ એવો રાગ હજુ પ્રગટ્ય નથી. શ્રેણિક મહારાજાને શાસન પ્રત્યે કેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org