SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ માનવામાં કોઈ બાધ નથી. છ મહિના સુધી નીરસ એવું પથ્ય ભોજન લેનાર રોગીને પૌષ્ટિક આહારનો અભિલાષ જેમ જીવતો હોય છે તેવી જ રીતે કાલાદિ કારણે શાસ્ત્રમાં જણાવેલ હોય તેના કરતાં જુદા પ્રકારની આચરણા કરતી વખતે મૂળમાર્ગની પ્રીતિ જીવતી જ હોય છે. પરંતુ મૂળમાર્ગને આચરવાનું સત્ત્વ ન હોવાથી તેવા વખતે આ આચરણા જ ઉપકારક બને છે. જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી દીપની જરૂર નથી પણ સૂર્યાસ્ત થયા પછી તો દીપક જ કામ લાગે. તેવા વખતે દીપકનો પણ પ્રકાશ ન લે તો અંધારામાં અથડાઈ મરવાનું થાય. તેવી જ રીતે જેમાં આગમવચન ન મળે તેવા વિષયમાં સંવિગ્નગીતાર્થપુરુષોની આચરણા એ પણ આપણા માટે તો તરવાનો ઉપાય જ છે – તેમાં શંકા નથી. આથી જ ભવભીરુ ગીતાર્થભગવન્તોએ દોષો વધારે ન આવી જાય, એના યોગે સંસાર ન વધી જાય એવી ભાવનાથી અમુક આચરણા શરૂ કરી હોય તો તે આપણા માટે આદરણીય છે. આચરણા પ્રમાણ માનવા પહેલાં ચાર વિશેષણો બરાબર તપાસવાં પડશે. જે મહાત્મા આ ચાર વિશેષણોને ધરનાર હોય તેમની જ આચરણા પ્રમાણ મનાય છે. કારણ કે જે સંવિગ્ન હોય તે પાપભીરુ-ભવભીરુ હોવાથી સંસારવર્ધક નિર્ણય ન લે. જે ગીતાર્થ હોય તે ભણેલા હોવાથી, માર્ગના જ્ઞાતા હોવાથી અજ્ઞાનથી નિર્ણય ન લે. સંવિગ્ન અને ગીતાર્થ પણ અશઠ હોવાથી વિશ્વાસઘાત ન કરે, લુચ્ચાઈથી નિર્ણય ન લે અને બહુજનસમ્મત હોવાથી સ્વમતિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy