________________
ગ્રહણ કરે છે. પરંતુ તેવા પ્રકારના સંયોગોમાં દ્રવ્યથી – દહીં વગેરે વિશેષ દ્રવ્યની જરૂર પડે, ક્ષેત્રથી - અટવીનું ઉલ્લંઘન કરવું હોય, કાળથી-દુષ્કાળ પડ્યો હોય અને ભાવથી ગ્લાનાદિ અવસ્થા હોય તેવા વખતે સાધુભગવન્ત આધાર્માદિ દોષોથી દુષ્ટ ભિક્ષા ગ્રહણ કરે છતાં તેમની વિધિસેવા અનાબાધ રહે છે. એ જ રીતે આપવાદિક નિયતવાસાદિ માટે પણ સમજી લેવું. અહીં શિષ્ય શંકા કરે છે કે સાધુભગવન્તો દ્રવ્યાદિથી શુદ્ધ અનુષ્ઠાન સેવે નહિ, દ્રવ્યાદિને આશ્રયીને દોષને સેવે છતાં તેમને વિધિસેવારૂપ શ્રદ્ધા છે- એ કેવી રીતે ઘટે ?' શિષ્યની શંકા જિજ્ઞાસાભાવની છે. નિરાકરણના ઘરની-ખંડનના ઘરની નથી. આથી જ તે દ્રવ્યાદિના અપવાદ સંગત કેવી રીતે કરવા’ એમ પૂછે છે. તમે હોત તો શું પૂછત? આવું તે કાંઈ બને ? આ કંઈ બેસતું નથી...” એમ જ પૂછો ને ? આ શિષ્ય તમારા જેવો નથી એટલે એ ગ્રંથકારની વાત સંગત કરવા માટે પ્રયત્ન કરે છે, ખોટી છે એમ સાબિત કરવા નહિ. ગ્રંથકારની વાત કઈ રીતે ઘટે એ જાણવા માટે “આ કઈ રીતે શક્ય બને ?' એમ પૂછવું એ જિજ્ઞાસાના ઘરની શંકા. અને ગ્રંથકારની વાત ખોટી સાબિત થાય એ રીતે “આ તો શક્ય જ નથી,' “આવું માનીએ તો આમ થશે ને તેમ થશે.' વગેરે કહેવું એ ખંડનના ઘરની શંકા. જે માત્ર જાણવા માટે આવે તે આવી શંકા કરે. જેને કંઈક પામવું છે તેની શંકા કાયમ માટે જિજ્ઞાસાના ઘરની હોય. જિજ્ઞાસાથી પૂછેલ શંકાનો જવાબ વિસ્તારથી આપવાનો
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org