________________
સાથે સંબંધ ન હોય, વિધિ સાચવવાની દરકાર ન હોય અને માત્ર ક્રિયા કરી નાખ્યાનો સંતોષ જેમને હોય એવાઓના ધર્મમાં શું ભલીવાર આવે ? એક પચ્ચખ્ખાણ લેવા જેવી સામાન્ય ક્રિયા પણ લગભગ વિધિપૂર્વકની ન હોય. દેરાસરમાં, ઉપાશ્રયમાં કે રસ્તામાં સાધુ-સાધ્વી જ્યાં મળી જાય ત્યાં પચ્ચખ્ખાણ લઈ લે ! આ રીતે પચ્ચખાણ ન લેવાય. શાસ્ત્રમાં પચ્ચખ્ખાણ લેવાનું જણાવ્યું છે પણ સાથે સાથે ક્યા સમયે, કોની પાસે, કઈ રીતે પચ્ચખ્ખાણ લેવું એ પણ જણાવ્યું છે. સાધુ-સાધ્વી ભગવન્ત ઊભા હોય તો તેમની પાસેથી પચ્ચખાણ ન લેવાય. કારણ સાધુભગવન્ત ઊભા હોય તો તેમને વંદન કરાય નહિ. અને વંદન કર્યા વિના પચ્ચખાણ ન લેવાય. ભગવાને બતાવેલો નાનામાં નાનો ધર્મ પણ ઊંચામાં ઊંચી કોટિનો છે અને આ સંસારથી તારનારો છે - એવું હૈયે જગ્યા વિના જેઓ ધર્મ કરવા મંડી પડે છે તેઓ ઉત્તમમાં ઉત્તમ ધર્મનું પણ મૂલ્ય ઘટાડે છે અને એના યોગે ધર્મ કરીને કર્મથી છૂટવાના બદલે કર્મથી બંધાય છે. જેને સારાસારનો વિવેક નથી કરવો અને માત્ર ધર્મ જ કરવો છે એવાને સુધારવાનો કોઈ ઉપાય નથી. આજે ધર્માત્મા ગણાતા પણ અમને પૂછવા માટે આવે કે કુસાધુને વંદન થાય કે નહિ ?' અમારે કહેવું પડે કે તારે કરાય ! કારણ કે આમેય તારે ક્યાં મોક્ષે જવું છે, સંસારમાં જ રખડવું છે ને ?' “સુ” અને 'કુ ના ભેદ તો જેને મોક્ષે જવું છે – એના માટે છે. જેને મોક્ષે નથી જવું તેને તો બધું સરખું જ છે. મોક્ષની ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org