________________
વગરના અને સંસારના સુખની લાલસાવાળાઓ ધર્મ કરીને ધર્મની જે વિટંબના કરે છે તેવી વિટંબણા તો ધર્મ નહિ કરનારા પણ નથી કરી શકતા. ધર્મની આરાધના ઓછી-વધતી થાય એ બને પણ ધર્મની વિટંબણા થાય એ તો કઈ રીતે નભાવાય ?
ધર્મદેશના આપવાનો અધિકાર કોને છે - એ વિષયમાં આપણે જોઈ ગયા કે સુગુરુની પાસેથી પૂર્વાપરનો વિરોધ ટાળીને વાક્યાર્થ, મહાવાક્યાર્થ, ઐદમ્પર્યાર્થથી શુદ્ધ એવું આગમનું જ્ઞાન જેણે મેળવ્યું છે તેને દેશના આપવાનો અધિકાર છે. આવો આગમનો જ્ઞાતા પણ ગુરુની અનુજ્ઞા મળે તો જ દેશના આપી શકે છે. ગુરુપારતન્ત્ય એ તો સાધુપણાનો પ્રાણ છે. સાધુભગવન્ત ગમે તેટલા સમર્થ હોય તોય પોતાના ગુરુની આજ્ઞા વગર એક પગલું પણ ન ભરે. ગમે તેવા સમર્થ પણ પ્રવચનપ્રભાવક સૌથી પહેલાં ગુરુ-આજ્ઞાના આરાધક છે. વ્યાખ્યાનની પ્રવૃત્તિ એ પરમનિર્જરાનું કારણ છે, પરંતુ તે ઇચ્છા મુજબની ન હોય અને આજ્ઞા મુજબની હોય તો. ‘હું ક્યારે વ્યાખ્યાન વાંચતો થાઉં ?' આવી ઇચ્છા સાધુ ન કરે. સંસારનું સુખ મળે પુણ્યથી પરન્તુ સંસારનું સુખ મેળવવાની ઇચ્છા એ પાપોદય. એ રીતે પ્રવચનપ્રભાવક બનાય પુણ્યથી, પરંતુ પ્રવચનપ્રભાવક બનવાની ઇચ્છા પાપના ઉદયથી થાય. જે આજ્ઞાવિહિત અનુષ્ઠાન ગુરુભગવન્તની આજ્ઞાથી કરવામાં આવે તો પરમનિર્જરાનું કારણ બને છે તે જ અનુષ્ઠાન જો પોતાની ઇચ્છાથી કરવામાં આવે તો તે સ્વચ્છતાનું
Jain Education International
Ce
For Private & Personal Use Only
www.jainelibrary.org