________________
માત્ર ભાવથી જ પ્રતિબંધ રાખવો એ તો એક જાતની આત્મવંચના છે. શફ્ટ અનુષ્ઠાન કર્યા વિના ન રહેવું અને જે અશક્ય હોય તેમાં પણ છેવટે ભાવથી તો પ્રતિબંધ રાખવો - એ ગુણ પામવાનો સરળ ઉપાય છે. આ રીતે લોકોત્તર આચાર ઉપર પ્રેમ કેળવીને બાલજીવોને તે આચાર જણાવવો. સાધુભગવન્તો પોતાના હાથે માથાના અને દાઢીમૂછના વાળ ઉખેડે છે-એમ જણાવ્યા બાદ બાલજીવને એ પણ જણાવવું કે સાધુ પગમાં કશું પહેરે નહિ. ગામોગામ ફરે છતાં ઉઘાડા પગે જ કાયમ માટે ચાલે : એમ એને સમજાવે જોકે શાસ્ત્રમાં તો અપવાદપદે – અટવી વગેરેનું ઉલ્લંઘન કરતી વખતે સાધુભગવન્તો સંયમની સાધનાથી વંચિત ન રહી જાય એ માટે પાંચ પ્રકારનાં ચર્મ (ચામડું) ગ્રહણ કરે છે. એ પ્રમાણે પણ જણાવેલું છે. પરંતુ એ અપવાદ બાલછવોની આગળ ન સેવવો. કારણ કે બાલજવો ઉત્સર્ગપ્રિય હોવાથી તેમની આગળ એકલા ઉત્સર્ગમાર્ગનું વર્ણન કરેલું હોય અને પછી તેમની આગળ ઉપદેશક જો અપવાદ સેવે તો, “આ તો બોલવામાં શૂરા છે, પાળતા કશું નથી આવી છાપ બાલવના મનમાં પડે અને આથી તે ધર્મથી દૂર થઈ જાય - એવું પણ બને. આથી ઉપદેશકને અપવાદ સેવવો પડે એવું હોય તોય તે બાલજીવોની નજરમાં ન આવે તેની કાળજી રાખે. ખાનગીમાં અપવાદ સેવે, જાહેરમાં નહિ. છતાંય એ દંભ નથી કહેવાતો. કારણ કે અહીં પોતાની જાતને છુપાવવાનો પરિણામ નથી, માર્ગના અજાણ છવો માર્ગથી પરખ ન બને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org