________________
વીતરાગતાનો ખપ જેને પડે, તેણે સાધુપણાનાં દ્વાર ખખડાવવાં જ પડશે. તમારે સાધુ થવું નથી અને સીધા વીતરાગ થવું છે- એ કોઈ કાળે નહિ બને. શ્રાવકપણામાં વીતરાગતા મળતી હોત તો ભગવાન સાધુપણું લેવાનું ન ફરમાવત.
સ0 “સમકિતી શરીરથી સંસારમાં અને મનથી મોક્ષમાં હોય'એનો અર્થ શું?
સમકિતીનું મન મોક્ષમાં હોય છે – એમ કહીને શાસ્ત્રકારોએ તો ઇચ્છાયોગની ઉત્કટતા બતાવી. બાકી સમકિતીને ચારિત્રની આકંઠ ઈચ્છા હોય છે – એ પણ સાંભળ્યું છે ને ? જેનું મન મોક્ષે જવા ઈચ્છતું હોય તે મોક્ષના સાધનની ઉપેક્ષા સેવે કે મોક્ષ કરતાં પણ ઉત્કટ તાલાવેલી તેના સાધનની હોય ? કર્મયોગે સંસારમાં રહેલો સમકિતી વિષયની વચ્ચે રહેવા છતાં તેનો પરિણામ વિષયના પરિભોગથી દૂર ભાગવાનો હોય છે. વિષયનો રાગ મારવા સાથે વિષયના પરિભોગથી દૂર રહેતાં આવડે તો સાધુ બની શકાય. જે વિષયને વિષરૂપ માને તે વિષયથી દૂર રહેવા ઈચ્છે કે વિષયની વચ્ચે રહેવા ઈચ્છે ? તીર્થકર ભગવન્તો ૮૩ લાખ પૂર્વ નિકાચિતકર્મના યોગે વિષયની વચ્ચે રહે ખરા પરંતુ વિષયથી દૂર રહેવાનો પરિણામ પ્રત્યેક સમયે જીવતો ને જાગતો હોય તેથી જ તેમને વીતરાગજેવા કહ્યા. ૮૩ લાખ પૂર્વ સુધી વિષયની વચ્ચે રહેવા છતાં અજોડ વૈરાગ્ય તેમને હોય તો ય વિરતિનો યોગ તો ન જ હોય ને ? જ્યારે વિરતિનો યોગ થાય ત્યારે વિષયની વચ્ચે રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org