________________
સ૦ કોઈ આ તિથિ કરે, કોઈ પેલી તિથિ કરે તો રાગદ્વેષ
વધે ને ?
જે આજ્ઞા મુજબ કરે તેના રાગદ્વેષ ન વધે પરન્તુ ઘટે. જે ઈચ્છા મુજબ કરે એના રાગદ્વેષ વધ્યા વગર નહિ રહે. ભગવાનની આજ્ઞા માનવા માટે આખી દુનિયાથી જુદા પડવું એ દ્વેષ નથી, આજ્ઞાની આરાધના છે. અને શાસનની એકતાના નામે પોતાના માનેલા સિદ્ધાન્ત મુજબ વર્તવું એ શાસનનો રાગ નથી, આજ્ઞાની વિરાધના છે. જેને સંસારથી છૂટવું નથી અને મોક્ષે જવું નથી તે સાચા-ખોટાના વિવાદથી દૂર રહે. જેને રાગદ્વેષ ટાળવા હોય તેણે સંસાર પ્રત્યે દ્વેષ અને મોક્ષ પ્રત્યે રાગ કેળવવો પડશે. જેને સંસાર પ્રત્યે દ્વેષ જાગે તે સંસારમાંથી તારનારા દેવ, ગુરુ, ધર્મ કયા તેની શોધમાં નીકળ્યા વિના ન રહે. સંસારથી તારનાર અને સંસારમાં ડુબાડનારના વિવાદથી જે દૂર રહે, એના રાગદ્વેષ ન ઘટે, એવાઓ તો પોતાના અજ્ઞાનથી જ સંસારમાં ડૂબવાના. રાગદ્વેષ ટાળવા પહેલાં તો અજ્ઞાન ટાળીને સમ્યજ્ઞાન મેળવવું પડશે, પછી રાગદ્વેષ ટળશે. પહેલાં અજ્ઞાન ટળે અને સમ્યજ્ઞાન મળે, પછી અવિરતિ ટળે અને વિરતિ મળે, ત્યાર બાદ રાગદ્વેષ ટળે અને વીતરાગતા મળે. તમારે સમ્યજ્ઞાન મેળવવું નથી, વિરતિનો તો ખપ નથી અને રાગદ્વેષ ટાળવા છે ! ? સ૦ ભાવશ્રાવક વીતરાગ ન થાય ?
ભાવશ્રાવક, ભાવસાધુ થાય પછી જ વીતરાગ થાય.
Jain Education International
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org