________________
સંસારના સુખના અથન બાલ જણાવી “સંસારના સુખ માટે પણ ધર્મ કરાય’ આવા પોતાના સિદ્ધાન્તની પુષ્ટિ કરનારા ઉન્માર્ગના દેશક છે. આવા ઉન્માર્ગદશકોથી આપણી જાતને બચાવવા માટે શ્રી ષોડશક વગેરે ગ્રંથનું યોગ્ય ગુરુ પાસે અધ્યયન કરવાની જરૂર છે.
ઘર્મરત્નપ્રકરણકારે બાલાન્નેિ ક્વી દેશના આપવી તે પણ અહીં જણાવ્યું છે. બાલ જીવો લિંગ અર્થાત્ માત્ર વેષને જોનારા હોય છે. મધ્યમ જીવો વૃત એટલે આચારને જોનારા હોય છે જ્યારે પંડિતજનો આગમ-તત્ત્વને જોનારા હોય છે. આથી બાલાદિને તેમને અનુરૂપ દેશના આપવી. બાલ જીવો બાદ્યવેષને જોઈને સાધુતાને માનતા હોય છે. આથી તેમને બાહ્ય આચરણને પ્રધાનપણે જણાવનારી દેશના આપવી. તેમાં સૌથી પહેલાં સમ્યગુલોચથી શરૂઆત કરવી. કારણ કે દુનિયામાં કોઈ સાધુ ન પાળે એવો આ આચાર છે. દુનિયામાં જે જે સાધુ તરીકે જણાય છે. તેમના કરતાં આમના (ભગવાન સાધુના) આચાર વિશિષ્ટ છે એવું બાલજીવોને લાગવું જોઈએ. એટલે બાહ્યાચાર પણ એવા બતાવે કે જે દુનિયામાં બીજા કોઈ સાધુમાં જોવા ન મળે. આવા કણકારી આચારને સાંભળી તેને સાધુભગવન્ત પ્રત્યે બહુમાન પેદા થાય અને મારાથી તો આવો આચાર પાળી ન શકાય, જે પાળે છે તે ખરેખર મારા કરતાં મહાન છે, ધન્ય છે...' એમ કહીને માથું ઝુકાવે એટલે ગુરુભગવન્ત તક ઝડપી લે અને એને સમજાવે કે-બાહ્ય આચાર અત્યત ઉત્તમ છે પણ એટલાથી મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org