________________
ભાવસાધુના શ્રદ્ધા નામના લિંગના ત્રીજા સન્માર્ગદશકતા લિંગમાં આપણે જોઈ આવ્યા કે પ્રવરશ્રદ્ધાસંપન્ન સાધુ ભગવન્ત
જ્યારે પણ દેશના આપે ત્યારે સન્માર્ગને સમજાવે અને ઉન્માર્ગથી દૂર રાખે, કોઈ પણ જાતની માનસન્માનની કે પૌદ્ગલિક અપેક્ષા રાખ્યા વિના શ્રોતાની યોગ્યતાને અનુરૂપ દેશના આપે. જે દેશના જેને યોગ્ય ન હોય તે દેશના તે શ્રોતાને આપવી તેને પરસ્થાન દેશના કહેવાય છે. પરસ્થાનદેશનાને શાસ્ત્રમાં પાપદેશના કહી છે. વર્તમાનમાં કેટલાક ઉપદેશકો પરસ્થાનદેશનાનું સ્વરૂપ વિકૃત રીતે સમજાવે છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ બાલ, મધ્યમ અને પંડિતની વ્યાખ્યા જ વિપરીત રીતે કરે છે. “જે સંસારના સુખના અર્થ છે તે બાલ જીવો છે, જે સંસારના અને મોક્ષના : બેના અર્થી છે તે મધ્યમ જીવો છે અને જેઓ એકલા મોક્ષના જ અર્થી છે તે પંડિતજીવો છે.” આ પ્રમાણે તેઓ જણાવે છે. પરંતુ કોઈ શાસ્ત્રકારે બાલજીવોને સંસારના સુખના અર્થી તરીકે વર્ણવ્યા નથી. શ્રી ષોડશગ્રંથમાં સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું છે કે જે જીવો ધર્મ-મોક્ષના અર્થી છે પરંતુ ધર્મ કોને કહેવાય, મોક્ષ કઈ રીતે મળે-એનું સાચું જ્ઞાન જેમને નથી એવા અજ્ઞાન જીવોને બાલ કહેવાય છે. બાલતા અજ્ઞાનમૂલક છે, સંસારના સુખના અર્થપણા સ્વરૂપ જે મોહ, તે મોહમૂલક પરિણામને બાલતા નથી કહેવાતી. સંસારના સુખના જ અને મોક્ષમાર્ગની દેશનાના શ્રવણમાં અધિકાર ન હોય - એ સમજી શકાય એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org