________________
થઈ જાઓ, અનુકૂળતાના અર્થીપણા ઉપર કાપ મૂકીને આજ્ઞા પ્રત્યે, વિધિ પ્રત્યે બહુમાન કેળવી લો, અવિધિના-અનાદરના પાપથી બચવા પૂરતો પ્રયત્ન કરી લો.
વિધિપૂર્વકની સેવા એ સાધુભગવન્તની શ્રદ્ધાનું પહેલું લિંગ છે. ગૃહસ્થપણામાં વિધિની ઉપેક્ષાના જે સંસ્કાર પડ્યા હોય તે સાધુપણામાં નડ્યા વગર નથી રહેતા. આથી શ્રાવકપણામાં વિધિપૂર્વકની સેવા કેવી હોય તે આપણે પ્રસંગથી વિચારી રહ્યા છીએ. કોઈ પણ અનુષ્ઠાન કરતી વખતે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શુદ્ધિ જાળવવી જોઈએ. તેમાં આપણે જોઈ ગયા કે, પૂજા-સામાયિક વગેરે અનુષ્ઠાન કરવા માટે જે ઉપકરણો જોઈએ તે ન્યાયપૂર્વક ઉપાર્જેલ વિત્તથી મેળવેલાં હોવાં જોઈએ. શુદ્ધ રીતે મેળવેલાં તે તે ઉપકરણો સ્વરૂપથી પણ શુદ્ધ હોવાં જોઈએ અર્થાત મલિન ન હોવાં જોઈએ, સ્વચ્છ હોવાં જોઈએ. તમારા સામાયિકનાં વસ્ત્રો, ચરવળો, મુહપત્તી, કટાસણું વગેરે ઉપકરણો સ્વચ્છ હોય ને ? કે એમાંથી ગંધ મારે તો ય નવાઈ નહિ ? મલિન વસ્ત્રોમાં રહેલાને સામાયિક કરતાં ઊંઘ જ આવે ને ? પરસેવાની ગંધવાળાં વસ્ત્રોથી પૂજા કરે કે સામાયિક કરે તેને ભાવ ક્યાંથી આવે ? લગ્નપ્રસંગમાં જતી વખતે વસ્ત્રોની સ્વચ્છતા કે સુગંધિતા માટે જેટલી કાળજી રાખવામાં આવે છે એટલી પણ કાળજી ત્રણ લોકના નાથ એવા પરમાત્માના મંદિરમાં જતી વખતે રખાય ખરી? તમારા હૈયાનો ઢાળ કઈ તરફ છે - એ તપાસવા માટે આ વિચારવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org