SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જ શીખવવું. અહીં તો અનાથીમુનિ, સાધુને ભોગોનું નિયંત્રણ કરે એવા પણ ભોગના રસિયાને સુખ માટે ધર્મનો ઉપદેશ નથી આપતા. નહિ તો મુનિવર એમને એવું કહી શકત કે ‘તું જે સુખ ભોગવે છે એ આ ધર્મના પ્રભાવે જ મળે છે અને દેવલોકનાં સુખો પણ આ ધર્મના પ્રભાવે જ મળે છે.’ છતાં અનાથીમુનિએ એવું ન કહેતાં ભોગસુખમાં રાચી રહેલા મગધાધિપને કહ્યું કે ‘રાજન ! તું પોતે જ અનાથ છે તો મારો નાથ કેવી રીતે બની શકીશ ?' મગધદેશના રાજાને ‘તું અનાથ છે’ એમ કહેવું એ શું સહેલી વાત છે ? સાંભળતાં જ આંચકો લાગે એવી વાત છે ને ? છતાં મુનિવર કહે છે અને શ્રેણિકમહારાજા પણ પ્રેમથી સાંભળે છે. આજે અમારા જેવા તમને અનાથ કહે તો તમે શું કહો ? ‘જોઉં છું હવે તમે અહીં કેવી રીતે રહો છો ?' એમ થાય ને ? તમને તમારું અપમાન લાગે ને ? આ સાધુ બહુ તોછડી ભાષામાં બોલે છે એમ કહીને બીજાને ય આવતા બંધ કરો ને ? શ્રેણિકમહારાજાને આવો કોઈ વિચાર નથી આવતો. માત્ર એમને પોતાની અનાથતા કેવી રીતે છે - એ સમજાતું નથી, કારણ કે તે પોતાને અનેકોના નાથ માનતા હતા. આથી સંભ્રમસહિત અનાથીમુનિને પોતાની નાથતાને જણાવતાં કહે છે કે ચતુરંગી સેના અને નિરુપમ ભોગોથી યુક્ત તેમ જ આજ્ઞાંકિત સમૃદ્ધ રાજ્યથી યુક્ત એવો હું અનાથ કઈ રીતે કહેવાઉં ? ત્યારે અનાથીમુનિ અનાથતાનો સાચો અર્થ જણાવવા માટે પોતાનો પૂર્વવૃત્તાન્ત જણાવે છે. એ વૃત્તાન્ત જણાવતાં અનાથીમુનિએ પોતાના રાજ્યનું, પોતાના Jain Education International ૧૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy