________________
યુવાનવયમાં ભોગસમર્થ શરીર હોવા છતાં આવો ત્યાગધર્મ શા માટે
સ્વીકાર્યો છે એવા પ્રકારની પોતાની શંકાનું સમાધાન કરવું હતું, આથી ત્યાં ઉચિતસ્થાને ઊભા રહીને મુનિવરને અંજલિ જોડીને પૂછ્યું કે “આવી સુંદર તરુણવયમાં તમે શ્રમણપણાને શા માટે અંગીકાર કર્યું ?' શ્રેણિક મહારાજાનાં આ વચનો સાંભળીને મુનિવરે વિચાર્યું કે આ કોઈ યોગ્ય જીવ લાગે છે. એ પ્રમાણે વિચારીને, સામેથી પૂછનારની પણ પાત્રતા જોઈ તેના શુભભાવની વૃદ્ધિ કરનાર વાણીથી તેના ઉપર અનુગ્રહ કરવાની એકમાત્ર બુદ્ધિથી જણાવ્યું કે હે મગધેશ! હું અનાથ છું, મારો કોઈ નાથ નથી. આથી અનેક દુઃખોનો ક્ષય કરનારી દીક્ષા મેં ગ્રહણ કરી છે. અનાથીમુનિનો આ જવાબ સાંભળીને શ્રેણિક મહારાજાને સહેજ હસવું આવ્યું. તેમણે મુનિવરને કહ્યું કે હે મુનિવર ! આવાં સુંદર લક્ષણોથી યુક્ત કાયાવાળા હોવા છતાં તમારો કોઈ નાથ નથી - એવું કઈ રીતે બને ? અને છતાં તમારો કોઈ નાથ ન હોય તો હું તમારો નાથ થાઉં. આવો મનુષ્યભવ અને આવી સુંદર કાયા અત્યંત દુર્લભ છે. આથી મારા નાથપણાને પામીને તમે પાંચે ઈન્દ્રિયોનાં વિષયસુખોને ભોગવો.' જોયું ? સાધુને પણ ભોગનું નિમન્ત્રણ કરે એવા મિથ્યાત્વી શ્રેણિમહારાજા હતા છતાં અનાથીમુનિ તેમને દીક્ષાની ઉપાદેયતા બતાવે છે અને ભોગસુખોની નિર્ગુણતા સમજાવે છે. આજના કેટલાક સાધુઓ એમ કહે છે કે નવા આવેલા જીવને પહેલાં સુખ માટે ધર્મ કરવાનું શીખવવું પછી મોક્ષ માટે ધર્મ કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org