________________
યોગની કે ઇન્દ્રિયોની હાનિ ન થાય તેવા પ્રકારની ઇન્દ્રિયનો નિગ્રહ કરવાનું જણાવ્યું છે. - સ ભગવન્! એક પ્રશ્ન થાય છે કે જમાલી વગેરેનો વૈરાગ્ય કેવા પ્રકારનો કહેવો ? કારણ કે તેમનું જેવું ઇન્દ્રિયનિવર્તન પહેલાં હતું તેવું જ ઉસૂત્રપ્રરૂપણા પછી પણ ચાલુ હતું. જો ઇન્દ્રિયનિવર્તનમાં કોઈ વિશેષતા ન હોય તો તેમનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મોહગર્ભિત થયો - એવું કઈ રીતે કહેવાય ? - જમાલીને પોતાની માંદગીમાં, પોતાના શિષ્યોએ સંથારો પાથરવાનું ચાલુ હતું છતાં પથરાઈ ગયો એમ કહ્યું એના કારણે પોતે સૂવા તૈયાર થયા પરંતુ તે વખતે સંથારો પથરાયેલો ન હોવાથી થોડી ક્ષણ રાહ જોવી પડી, તેનું દુઃખ તેમને અસહ્ય થઈ પડવાથી તેમણે ભગવાનના વચનની શ્રદ્ધા ગુમાવી. “જે કરાય છે તે કરેલું કહેવાય છે' (ચિમા તમ) એમ ભગવાનનો સિદ્ધાન્ત છે. એના અનુસાર શિષ્યોએ સંથારો પાથરવાનું ચાલુ હોવા છતાં ગુરુની સમાધિ માટે પથરાઈ ગયો છે – એમ કહ્યું હતું. જ્યારે જમાલીને થોડો સમય રાહ જોવી પડી તે ન ખમાયું આથી તેમણે જે કરાયેલું છે તે જ કરાયેલું કહેવાય.' (તમે તમ) આ પ્રમાણે પોતાનો સિદ્ધાન્ત સ્થાપ્યો. ભગવાનનું એક પણ વચન ન માને, તેને મિથ્યા કહે તો મિથ્યાત્વમોહનીયનો ઉદય શરૂ થાય ને ? સમકિતીને જેમ બધું સમ્યગરૂપે પરિણામ પામે, તેમ મિથ્યાત્વીના બધા જ ગુણો મિથ્થારૂપે પરિણામ પામે. આજે છમસ્થનું એકાદ વચન ન માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org