________________
સવ અમારે કામો ઘણાં વધ્યાં એટલે અમારી અનુકૂળતા વિચારીએ.
તમે તમારી અનુકૂળતા કયા કારણસર જુઓ છો – એ મારે નથી પૂછવું. અમારે તમારી ધર્મક્રિયાઓમાં કોઈ દખલ નથી કરવી. પણ એક વાત નક્કી છે કે આ રીતે ધર્મ કરવાથી સાધુ પણ નહિ થવાય અને મોક્ષે પણ નહિ પહોંચાય. ધર્મ મોક્ષે પહોંચાડે છે અને મોક્ષે પહોંચવા માટે ધર્મ કરવાનો છે એ વસ્તુ જ મગજમાંથી નીકળી ગઈ છે એટલે ધર્મક્લિાઓમાંથી વિધિનો આગ્રહ નાશ પામ્યો છે. વિધિમાર્ગને અનુકૂળ બનવું હશે તો આપણી બધી અનુકૂળતાનો ત્યાગ કરવાનું શીખવું પડશે. પોતાની અનુકૂળતા સાચવીને કરાતા ધર્મને ધર્મ માની બેસવાની ભૂલ ન કરતા.
સવ અમારી ઇચ્છા છે કે અમારા ધર્મને ગમે તે રીતે પણ તમે ધર્મ કહો !
એ ઇચ્છા કોઈ સંયોગોમાં પૂરી નહિ થાય. અમે શાસ્ત્રકારોની વાત સમજાવવા માટે પાટે બેસીએ છીએ, તમારી પ્રવૃત્તિ ઉપર મહોરછાપ મારવા માટે નહિ. શાસ્ત્ર તમારી અનુકૂળતા સાચવવા માટે નથી રચાયાં, તમારા મોક્ષ માટે શાસ્ત્રોની રચના છે. તમારે જેટલી દલીલ કરવી હોય એટલી કરે, તમારી વાતમાં કોઈ શાસ્ત્રકાર સમ્મત નહિ થાય. જે ધર્મમાં ભગવાનની આજ્ઞાની છાયા ન હોય, જે ધર્મમાં વિધિનો આગ્રહ ન હોય, જે ધર્મ કરતી વખતે દ્રવ્યાદિની શુદ્ધિ જાળવવાની દરકાર ન હોય, જે ધર્મમાં માત્ર પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org