________________
સવ મોક્ષ હથેળીમાં ક્યારે આવે ?
આજ્ઞા મુજબનું જીવન જીવવા માંડીએ, ઈચ્છા મુજબ જીવવાનું બંધ કરીએ, વાતોને બદલે સ્વાધ્યાય કરવા માંડીએ, સૂવાના બદલે જાગતાં થઈએ, બેસેલા હોઈએ તો ઊભા થઈએ, ઊભા હોઈએ તો ચાલવા માંડી અને ચાલતા હોઈએ તો દોડવા માંડીએ... તો મોક્ષ હથેળીમાં આવે. મોક્ષે જવું હશે તો મિથ્યાત્વને મારવાથી શરૂઆત કરવી પડશે. અનુકૂળતાની સામે જોવું નથી. પ્રતિકૂળતાથી ગભરાવું નથી. જ્યાંથી મળે ત્યાંથી જે રીતે સધાય તે રીતે સાધી લેવું છે. સુખ તો અત્યાર સુધી ઘણું ભોગવી લીધું હવે તો સમજીને દુઃખ ભોગવવાનો અવસર મળ્યો છે - એ ચૂક્યો નથી. મનકમુનિનું માત્ર છ મહિનાનું આયુષ્ય બાકી હતું છતાં તે વખતે પિતામુનિ શય્યભવસૂરિજીએ શું વિચાર કર્યો ? છ મહિના ખાવાપીવા દો, સુખ ભોગવી લેવા દો. એવો વિચાર ન કર્યો. કષ્ટ વેઠવાનો અભ્યાસ પડે એવી આરાધના કરાવવા માંડી. મનક્યુનિ કાળધર્મ પામ્યા તે વખતે શય્યભવસૂરિજીની આંખમાં આંસુ આવ્યાં તો તેમણે કહ્યું કે એ મોહનાં આંસુ હતાં, સ્નેહનાં સંબંધનાં આંસુ હતાં. બાકી આરાધના કરાવ્યાનો તો તેમને હર્ષ હતો, પૂરો સંતોષ
હિતો
સ0 ગુરુભગવન્ત કાળ કરે તો શિષ્યના આંખમાં આંસુ ન આવે ?
ભગવાનનો સાધુ ગુરુના વિરહને નહિ શાસનના વિરહને રુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org