________________
ઊઠી ગયા ?' આર્યસુહસ્તિસૂરિજીએ જણાવ્યું કે “આ મહામુનિના તો ચરણના રેણુતુલ્ય પણ હું નથી. જિનકલ્પ વિચ્છેદ ગયા પછી પણ જિનલ્પની તોલે આવે એવું પરિકર્મ આ મહામુનિ કરી રહ્યા છે. આ પ્રમાણે જણાવી આર્યમહાગિરિજીના અનેક ગુણોનું વર્ણન કરીને કહ્યું કે “આવા મહાત્માને કહ્યું એવાં અંતપ્રાંત અશનપાનાદિનું દાન મહાન ફળવાળું છે. આથી તારે પ્રયત્નપૂર્વક કરવા જેવું છે.” ફરી કોઈ વાર આ રીતે ભિક્ષાર્થે ભમતા આર્યમહાગિરિ વસુભૂતિશ્રેષ્ઠીને ત્યાં આવ્યા. આહાર અંતકાંત હોવા છતાં આર્યસુહસ્તિસૂરિના કહેવાથી આણે તૈયાર કરેલો છે માટે પોતાને કલ્થ એવો નથી – આ પ્રમાણે દ્રવ્યાદિમાં ઉપયોગવાળા આર્યમહાગિરિજીએ જાણ્યું અને ભિક્ષા લીધા વિના પાછા ફર્યા. આર્યસુહસ્તિસૂરિના કારણે ભિક્ષા અનેષણીય બનેલી જાણી આર્યમહગિરિજીએ અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળ ર્યો અને દેવલોકમાં સિધાવ્યા.
આ કથાનક ઉપરથી તો આપણે એટલું જ જોવું છે કે શક્તિની મર્યાદાનું માપ ક્યાં સુધી કાઢી શકાય છે. આર્યમહાગિરિજીને ભગવાનના આચાર પર કેટલો પ્રેમ હશે ત્યારે આવું દુષ્કર કાર્ય સાધી શક્યા હશે ? જિનકલ્પ જેમ વિચ્છેદ પામ્યો હતો તેમ મોક્ષ પણ આપણા માટે વિચ્છેદ પામેલો જ છે, હવે આ આર્યમહાગિરિજીના દત્તે આપણે મોક્ષ માટેનો પુરુષાર્થ શરૂ કરવો છે ? આ ભવમાં મોક્ષ તો નથી જ મળવાનો પણ મોક્ષ હથેળીમાં આવે એવું કરવું છે - આટલો નિર્ણય કરવો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org