________________
આ કાળમાં શાસનનો વિરહ ૨૧ હજાર વરસ સુધી પડવાનો નથી. અને જ્યાં સુધી ભગવાનનું શાસન વિદ્યમાન છે ત્યાં સુધી ગુરુનો વિરહ પડવાનો નથી. એક ગુરુ કાળ કરી જાય તો બીજા માર્ગનુસારી ગુરુની નિશ્રા સ્વીકારી લે તેને ગુરુનો વિરહ ક્યાંથી પડે? વ્યતિ ગયાનું દુઃખ હોય એનાં આંસુ આવે - એ જુદી વાત. અસલમાં તો આપણે એ પણ દુઃખ નથી જોઈતું વિષાદ તો તેનો હોવો જોઈએ કે આવા સમર્થ તારક ગુરુ મળ્યા પછી પણ હું ગુણ ન મેળવી શક્યો અને દોષોને ન ટાળી શક્યો. ગુરુભગવન્ત ગયાનો વિષાદ - સાધકને ન હોય. તે તો જાણે કે આજે નહિ તો કાલે જવાના જ
હતા. છતાં ય આવા ગુરુને પામીને પણ હું તેમની આજ્ઞાનો આરાધક કેમ ન બન્યો - એનું જ એક્માત્ર દુઃખ સાધકને હોય. અને એ દુઃખેય સાચું હોય તો તે વિચારે કે - હવે આ આંસુ સારવાનો વખત નથી, તેમના વચનનું અનુસરણ કરવાનો અવસર હવે તો આવી લાગ્યો છે. ગુરૂભગવન્તની પ્રત્યક્ષમાં તો તેમના વચનનું પાલન કદાચ બનાવટી-તેમને સારા દેખાડવા માટેનું-હોઈ શકે. હવે તો કોઈ પણ જાતની માયા સેવ્યા વગર પરોક્ષમાં તેમના વચનનું પાલન કરવામાં પાછી પાની કરવી નથી. આંસુ સા નિસ્તાર નહિ થાય, વચનને અનુસરવાથી જ વિસ્તાર થશે.
સ. એ વખતે એટલું સૂઝવું જોઈએ ને ?
થોડી અક્કલ હોય તોય આટલું સૂક્યા વગર ન રહે. જ્યારે અક્કલ આવશે ત્યારે સુધરી જ જઈશ એની ના નથી, પણ હવે
અલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org