________________
અક્કલ ક્યારે લાવવી છે – એ જોવાની જરૂર છે.
ભાવસાધુના પાંચમા શક્યારંભ નામના લિંગમાં આપણે જોયું કે આપણી પ્રજ્ઞાપનીયતાને જણાવનાર આ લિંગ છે. આપણે કોઈનું માનીએ કે સાંભળીએ પરંતુ તે માન્યા કે સાંભળ્યા પછી પગ ના ઉપાડીએ તો આપણી પ્રજ્ઞાપનીયતા એળે જવાની. કીધા પછી કરે નહિ તો ગુરુભગવન્ત એક વાર કે બે વાર કહે - પછી આદેશ ન કરે. અને સાધક આત્મા તો મોક્ષ કરતાં પણ ગરના આદેશનો વધુ અર્થી હોય. સાધુ માટે શાસ્ત્રમાં આયતાથી વિશેષણ આવે છે. આયત એટલે મોક્ષ અને મોક્ષનાં સાધન. તેનો અર્થી સાધુ હોય. જે આત્માર્થી છે તે મોક્ષાર્થી છે એવું ક્યારે મનાય? ગુરુના આદેશ ઝીલવા માટે તત્પર હોય તો ! ગુરુનો આદેશ ન માનવો તે આયાર્થીનું લક્ષણ નથી. ગુરુભગવન્ત અશક્યનો આદેશ કરે જ નહિ એમ સમજીને વહેલામાં વહેલી તકે ગુરુના આદેશ મુજબ કરવા લાગી જવાનું. આજ્ઞાનું અર્થીપણું એ સૌથી મોટામાં મોટી યોગ્યતા છે. આજ્ઞા ન પાળી શકાય એ બને પણ આજ્ઞાનું અર્થપણું નાશ પામે એવું સાધુ માટે કદી ન બને.
જ્યારે પણ ગુરુની આજ્ઞા મુજબ ન કર્યું હોય ત્યારે ગુરુનાં ચરણોમાં પડીને કહેવાનું કે - આજ્ઞા પળાઈ નથી, એ મારી ભૂલ થઈ ગઈ છે, બીજી વાર ધ્યાન રાખીશ, પણ મારી ઉપેક્ષા નહિ કરતા. આનું નામ આયાર્થી. જે શક્ય અનુષ્ઠાન હોય એ જ ગુરુભગવન્તના ઉપદેશનો કે આદેશનો વિષય બને – આટલી શ્રદ્ધા જેને હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org