SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તો. 'ભગવન્! શાસ્ત્રમાં અમુક સ્થાને આ પ્રમાણે પાઠ છે અને અમુક સ્થાને આ પ્રમાણે પાઠ છે તો બે પાઠનું તાત્પર્ય શું-એ કૃપા કરીને સમજાવો.' આ પ્રમાણે કહે તો તે શિખ્ય પ્રજ્ઞાપનીય બની શકે. બાકી ‘એક સ્થાને આમ લખ્યું છે ને એક સ્થાને આમ લખ્યું છે : આવું તે ઘટતું હશે ?' આ પ્રમાણે પૂછે તેના પતિમોહને દૂર ન કરાય. શંકા પડે જ્ઞાનાવરણીયકર્મના ઉદયે પરંતુ એ શંકા પૂછવા માટે મોહનીયનો ક્ષયોપશમ જરૂરી છે. મોહનીયના ક્ષયોપશમવાળાને શંકા કેવી રીતે પૂછવી એ બરાબર સમજાય. કારણ કે એને જ્ઞાનાવરણીયના ઉદયના કારણે સમજાતું નથી એટલું જ. બાકી મોહનીયના ક્ષયોપશમના યોગે વસ્તુ સાચી છે એવું તો એ ચોક્કસ માને છે, આથી તેની પૂછવાની રીતમાં જ ફરક પડી જાય છે. જ્યારે મોહનીયનો ક્ષયોપશમ જેની પાસે ન હોય તેને સમજાય નહિ એટલે એ વસ્તુને જ ખોટી કહેવા માટે તૈયાર થાય. જ્ઞાનાવરણીયર્મના ઉદય વખતે પણ મોહનીયના ક્ષયોપશમની નિર્મળતા જાળવી રાખે તો પ્રજ્ઞાપનીયતા આવે. - કુંઠિતબુદ્ધિવાળા માર્ગ ન શોધી શકે, તેથી ચંચળ થઈને વિઠ્યાદિના માર્ગે જતા ન રહે તે માટે આ પ્રજ્ઞાપનીયગુણ જરૂરી છે. પ્રજ્ઞાપનીય એટલે તમારી ભાષામાં કહ્યાગરો. જેને સહેલાઈથી સમજાવી શકાય, જેની ગેરસમજ સરળતાથી દૂર કરી શકાય તેને પ્રજ્ઞાપનીય કહેવાય. જાતે સમજણ ન પડે પણ સમજણ આપીએ તો ચોક્કસ સમજી જાય તે પ્રજ્ઞાપનીય શ્રી આચારાંગસૂત્રમાં કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy