SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ પડશે, મજબૂત થવું જ પડશે, ધર્મ કેટલો ર્યો એ મહત્ત્વનું નથી, કેવો કર્યો એ મહત્ત્વનું છે. ધર્મ ઓછો થાય તો ભલે, પણ જેટલો ધર્મ કરીએ તે માર્ગાનુસારી જ હોવો જોઇએ. તેથી જ ભાવસાધુપણું સમજવા પહેલાં આપણે માર્ગ સમજી લેવો છે. વર્તમાનમાં, માર્ગની રક્ષાનો પ્રયત્ન ન કરતાં પોતાની જાતે કેડીઓ કંડારીને તેને માર્ગ બનાવવા મથી પહેલા અનેકોને ઉન્માર્ગે દોરી જાય છે. જેમ જેમ અનુકૂળતાનું અથાણું વધતું જાય છે તેમ તેમ ભગવાનનો ધર્મ - ભગવાનનો માર્ગ – ભૂંસાયા કરે છે... આ બધું ક્યાં જઈને અટકશે - એ ખબર નથી. આવા સંયોગોમાં માર્ગને સમજી લેવો ખૂબ જ જરૂરી છે. આ બધું કોઈની ટીકાટિપ્પણ કરવા માટે નથી કહેવામાં આવતું. આપણી જાતને તપાસવા માટે અને જેની નિશ્રામાં ભવ તરવાનો છે તેનું સ્વરૂપ સમજવા માટેની આ વિચારણા છે. - સત્ર આટલાં બધાં ધર્માનુષ્ઠાનો ચાલુ હોવા છતાં માર્ગ કેવી રીતે ભૂંસાઈ ગયો ? સંસારના સુખની લાલચે અને માનપાનની લાલસાના કારણે માર્ગ ભૂંસાતો જાય છે. આ ધર્મરત્નપ્રકરણની ૮૦મી ગાથામાં જણાવ્યું છે કે આગમની નીતિ એ માર્ગ છે અથવા સંવિગ્ન બહુજનોએ આચરેલું હોય તે માર્ગ છે. માર્ગની વ્યાખ્યા બે કરી છે, છતાં ય મોશે પહોંચાડે તે માર્ગ : આ વ્યાખ્યા તો બંનેમાં સમાયેલી જ છે. આવા માર્ગને ભૂસીને ત્રીજો માર્ગ કંડારવો એ S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy