SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રીય નીતિ નથી. ઈષ્ટ સ્થાને પહોંચવા માટે માર્ગ બનાવવાની જરૂર નથી, અનન્તજ્ઞાનીઓએ બતાવેલો માર્ગ પકડવાની જરૂર છે. આગમની નીતિ એ માર્ગ ત્યારે જ બને કે જ્યારે આગમમાં જણાવેલાં પદો ભગવાને જે ભાવે બોલવાનાં કહ્યાં હોય, ગણધરભગવન્તોએ જે ભાવે એ પદોને ગૂંધ્યાં હોય તે ભાવે તે બોલવામાં આવે. અમારે ત્યાં દ્વાદશાંગી અર્થથી એક હોય, માત્ર શબ્દથી ભિન્ન હોય. અનન્તા તીર્થંકરભગવન્તના અનન્તા ગણધરભગવન્તોની દ્વાદશાંગીનો અર્થ એક જ હતો. બધા ગણધરભગવન્તોની દ્વાદશાંગી શબ્દથી ભિન્ન હોવા છતાં અર્થથી એક હોવાથી તીર્થંકરભગવન્તો એના ઉપર મહોરછાપ મારે છે. આજે અમારે ત્યાં ઊંધું છે. દ્વાદશાંગીના એક જ શબ્દના અનેક - મનફાવતા અર્થ કરનારા પાડ્યા છે અને એવો અર્થભેદ હોવા છતાં અમારે એના પર મહોરછાપ મારવાની ! સવ સાહેબ! પડતો કાળ છે ને ? પડતો કાળ છે એટલે શું આપણે ય પડી જવાનું ? કે વધુ સાવધ રહેવાનું? ચક્કર આવતા હોય, પગ લથડિયાં ખાતા હોય ત્યારે પગ સ્થિર કરવાના કે પડવા મહેનત કરવાની ? તમારે પગ સ્થિર કરવા હોય તો આ પડતા કાળમાં પણ આલંબન આપનારા છે. ભગવાનનો માર્ગ સમજાવનારા અને એ માર્ગે દોરનારા આજે પણ વિદ્યમાન છે. કાળ પડતો છે માટે જ માર્ગનું મજબૂત આલંબન લેવાની જરૂર છે. એક શબ્દના અનેક અર્થ થાય, છતાં કરાય તો તે જ કે જે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy