________________
ઓઘા નકામા ગયા – એવું જ્ઞાનીઓએ કહ્યું - એ સાંભળીને માઠું ન લાગ્યું? જ્ઞાનીઓએ જે આક્ષેપ કર્યો છે તે ચારિત્રધર્મ ઉપર નથી કર્યો, આપણી નાલાયકાત ઉપર આક્ષેપ કર્યો છે. જેઓ ચારિત્ર લેવા છતાં મોક્ષે ન ગયા તે તેમની પોતાની ભૂલના કારણે નથી ગયા, તેમાં ચારિત્રધર્મનો દોષ નથી. અહીં તમે આવ્યા છો તે તમારા ગુણ સાંભળવા આવ્યા છો કે દોષો સાંભળવા? અહીં તો જે મુમુક્ષુ હોય તેનું કામ છે. સંસારનું સુખ ભોગવવા ઇચ્છનારા બુમુક્ષુ છે અને સંસારનું સુખ છોડવાની ઇચ્છાવાળા મુમુક્ષુ છે. જે બુભ છે - એના માટે કોઈ ઉપદેશ નથી. જે મુમુક્ષુ છે તેને મોક્ષે પહોંચાડવા માટે અને જે મુમુક્ષુ નથી તેમને મુમુક્ષુ બનાવવા માટે આ ઉપદેશ છે. જે સાધુઓ, પોતાની પાસે આવેલા જીવોની નજર સુખ ઉપરથી ખસે એવો ઉપદેશ આપવાને બદલે એ સુખનો રસ પોષાય એવો ઉપદેશ આપે છે તેઓ ભગવાનના સાધુ નથી, માત્ર વેષધારી છે.
સવ અમારા કરતાં તો સારા ને ?
શાસ્ત્રમાં જણાવ્યું છે કે સંવિગ્નપાક્ષિકો કે જેઓ આચારમાં શિથિલ હોવા છતાં માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરે છે તેવાઓ પણ દેશવિરતિ કરતાં નીચા છે. તો પછી જેઓ ઉન્માર્ગની દેશના કરે તેઓ તમારા કરતાં સારા ફક્યાંથી કહેવાય ? શાસ્ત્રમાં તો આવા ઉન્માર્ગદશકોને કસાઈ કરતાં ભૂંડા કહ્યા છે. ઉન્માર્ગથી બચવું હોય અને માર્ગાનુસારી જીવન જીવવું હોય તો માર્ગ પ્રત્યે પ્રેમ કેળવવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org