SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (દેશના દ્વારા પણ) સુખનો રાગ કરાવે નહિ અને સુખનો રાગ કરનારને સારા માને નહિ તેને જ ધર્મદેશના આપવાનો અધિકાર છે. સુખનો રાગ અને દુ:ખનો દ્વેષ એ તો આ સંસારનું મૂળ છે. આ મૂળિયાનો ઉચ્છેદ થાય, આ મૂળિયાં ઢીલાં પડે એ માટે જે દેશના આપવાની છે તે દેશના આ મૂળિયાને મજબૂત બનાવવા માટે કઈ રીતે આપી શકાય ? સંસારના સુખનો રાગ એકાન્ત હેય છે એવું જણાવનારા શાસ્ત્રકારો કોઈ સ્થાને, “શર્થનમામિષs ધર્મ પર ચરિત' અર્થાત્ અર્થકામના અભિલાષીએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે વિધાન કરે તો ત્યારે એક બાજુ સંસારના સુખની ઇચ્છાથી કરાતા ધર્મને વિષાનુષ્ઠાનઅસદનુષ્ઠાન કહે છે અને બીજી બાજુ સંસારના સુખની ઈચ્છાવાળાએ પણ ધર્મ જ કરવો જોઈએ – એમ જણાવે છે.” આ પ્રમાણે પરસ્પર વિરોધનું ઉલ્કાવન ન કરવું. પરંતુ સુગુરુની પાસે એ વિસંવાદ ટાળવો. સમષિ ઇત્યાદિ વાક્યનું તાત્પર્ય માત્ર ધર્મનું ફળ જણાવવું, ધર્મની અત્યંત ઉપાદેયતા જણાવવી એટલું જ છે. ધર્મનું પ્રયોજન જણાવવાનું ત્યાં તાત્પર્ય નથી. અર્થાત્ ધર્મથી શું મળે છે તે જણાવનારું એ વાક્ય છે, ધર્મ શેના માટે કરવો જોઈએ એ અધિકારમાં એ વાત જ નથી. સંસારનું સુખ પણ ધર્મથી જ મળે છે એટલો જ અર્થ એ વાક્યનો છે. સંસારનું સુખ મેળવવા માટે ધર્મ કરવાની પ્રેરણા આપનાર એ વાક્ય નથી. વિધ્યર્થનો પ્રયોગ પ્રેરક અર્થમાં જ થાય છે એવું નથી, જ્ઞાપક અર્થમાં પણ થાય છે. વ્યતિતવ્યમ્ માં વિધ્યર્થ જ્ઞાપક છે. તમે બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001159
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 1
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy