________________
તેટલું કપરું લાગે પણ આના વગર નહિ ચાલે – એટલું તો નક્કી છે
ને? .
સ, આટલો ક્ષરો ધર્મ બતાવશો તો અહીં આવનારાની સંખ્યા ઘટી જશે, એનાં કરતાં થોડો સહેલો ધર્મ બતાવો તો ?
સંસારના સુખના રસિયાને ભગવાનની આજ્ઞા મુજબનો નાનો પણ ધર્મ કઠિન જ લાગવાનો, એવા માટે કોઈ માર્ગ નથી. દુનિયાના . દરેક ક્ષેત્રમાં વિધિ મુજબ પ્રવૃત્તિ કરનારાને એકમાત્ર ધર્મના ક્ષેત્રમાં
વિધિનો આગ્રહ રાખવાની વાત કઠિન લાગે, એનો અર્થ જ એ છે કે સંસારનું સુખ જોઈએ છે અને મોક્ષ જોઈતો નથી. જેને મોક્ષની અભિલાષા જાગે તેના માટે કાંઈ જ કપરું નથી. સંસારના માની લીધેલા સુખ માટે પણ જો કષ્ટ વેઠવું પડતું હોય તો શાશ્વત એવું મોક્ષનું સુખ સહેલાઈથી મળી જાય ? ધર્મ તો તેને માટે છે કે જેને સંસારમાં રહેવું નથી અને પાપથી બચવું છે. જેને અવિધિનું પાપ ચાલુ રાખવું છે અને થોડો ઘણો ઇચ્છા મુજબનો ધર્મ કરીને ધમી કહેવડાવવું છે એવાઓ, વિધિમાર્ગની પ્રરૂપણાના કારણે જો ધર્મસ્થાનમાં આવતા બંધ થતા હોય તો તેની ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનના ઉપાસકો થોડા હતા અને ગોશાલાના અનુયાયી ઘણા હતા, છતાં ભગવાને પ્રરૂપણા ફેરવી ? નહિ ને ? તો તમે શા માટે ભય સેવો છો ? સસૂપ્રરૂપણાનો માર્ગ જીવતો રાખવા માટે મજબૂત થવું પડશે, સત્ત્વ કેળવવું પડશે. વિધિનું પાલન ઓછુંવધતું થાય એ બને, વિધિનું પાલન કરતાં કરતાં અવિધિ થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org