________________
જો શ્રમણો થૂક્ત નહિ તો પૂરગડુમુનિને કેવળજ્ઞાન ન થાત - એવું માનવાની જરૂર નથી. શ્રમણોના ઘૂંકવાના કારણે તેમને કેવળજ્ઞાન નથી મળ્યું, પોતાની સમતાના કારણે કેવળજ્ઞાન મળ્યું. જો તેમનાં કર્મ પૂરાં થવાનાં જ હોત તો વગર ધૂળે પણ પોતાની આત્મનિંદાના કારણે કેવળજ્ઞાન પામી જાત. તેથી એવું માનવાની જરૂર નથી કે થેંક્યા માટે કેવળજ્ઞાન મળ્યું.એકવાર સાહેબને કોઈકે પૂછ્યું હતું કે “ઇલાતીપુત્રને નાચતાં નાચતાં કેવળજ્ઞાન થયું ને ?' ત્યારે સાહેબે કહ્યું હતું કે નાચતાં નાચતાં નહિ, નાચ બંધ થયો ત્યારે કેવળજ્ઞાન થયું.” બાકી નાચ તો રોજ ચાલુ હતો, છતાં કેવળજ્ઞાન થયું ન હતું. જે દિવસે નાચતાં નાચતાં નાચ બંધ થયો તે દિવસે કેવળજ્ઞાન થયું. એવી જ રીતે ચાર શ્રમણોએ પણ જ્યારે ગુણાનુરાગ કેળવ્યો ત્યારે કેવળજ્ઞાન મળ્યું. જો પહેલેથી જ ગુણાનુરાગ કેળવી લીધો હોત તો સંભવ છે કે એના યોગે જ કેવળજ્ઞાન મળી જાત. આથી જ આપણે એ સમજી લેવું છે કે અનુષ્ઠાનની પ્રીતિ કેળવવા પહેલાં વચનની પ્રીતિ કેળવવાની જરૂર છે. તમને અનુષ્ઠાન કરવામાં આનંદ આવે કે આજ્ઞા પાળવામાં ? આજે વચનરાગના બદલે માત્ર વચનમૂલક પ્રવૃત્તિનો રાગ કેળવીને બેઠા તેના યોગે વિવેક ચુકાવા માંડ્યો છે. આજે ઘણા બોલે છે કે “અમને ભણવામાં ખૂબ આનંદ આવે છે. આપણે તો એવી અવસ્થા જોઈએ છે કે – ભગવાનની આજ્ઞા પાળવામાં આનંદ આવે. ભગવાનની આજ્ઞા હશે તો ભણીશું, ભગવાનની આજ્ઞા હશે તો વૈયાવચ્ચ કરીશું, ભગવાનની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org